છોટાઉદેપુર જિલ્લાના ડુંગરને હરિયાળા બનાવવા માટે છોટાઉદેપુર વન વિભાગની પહેલ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ડ્રોન ટેક્નોલોજી થકી એરિયલ સિડીંગ કરીને છોટાઉદેપુર વન વિભાગ માં આવતી નવ રેન્જ ના હેકટર વિસ્તાર ને રમણીય બનાવવા તરફની પહેલ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર જંગલ વધુ રઢિયામણા બનશે

છોટાઉદેપુર વન વિભાગ ક્ષેત્રની આવેલી નવ રેન્જ છોટાઉદેપુર, ડોલરીયા, પાવી જેતપુર, બોડેલી,રંગપુર,, બોરિયાદ, કવાંટ સહીત પાનવડ, ના જંગલ ભાગના અંદાજે હેકટર વિસ્તારમાં ડ્રોન થકી પાંચ જાતના 1000 કિલો વૃક્ષોના બીજ નું વાવેતર કરવામાં આવ્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર ના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર વન વિભાગ માં આવતી નવ રેન્જ ના ડુંગરો ને હરિયાળા બનાવવા વડોદરા વર્તુળ નાં વન સંરક્ષક શ્રી અંશુમન શર્મા સાહેબ તથા છોટાઉદેપુર DFO વી એમ દેસાઈ દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે.
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કડીપાણી, આંબાડુંગર, સહીત ડોલરીયા ના ડુંગરો બોડેલી ના મુઢીયારી, ઈટવાડા, જોખપુરા તેમજ વાંદરડા વિસ્તાર માં આવતા ડુંગરો ને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકી છોટાઉદેપુર વન વિભાગના DFO વી એમ દેસાઈ તેમજ ACF કંચન ભાઈ બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ 9 રેન્જ ના RFO તેમજ ફોરેસ્ટરો, બીટગાર્ડ વગેરે મળી છો.ઉ વન વિભાગ માં આવતા જંગલ વિસ્તાર માં આવેલા અંતરિયાડ એવા નર્મદા નદી ના કિનારા ના હાફેશ્વર, તુરખેડા, આંબા ડુંગર, કડિપાની ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવ્યુ હતુ જિલ્લા વન અધિકારી વી એમ દેસાઈ (ડી.સી.એફ) ની અધ્યક્ષતામાં વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 40 હેકટર ડુંગરો ના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો હતો તેમ આર એફ ઓ નિરંજનભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
આ અંગે DFO વી એમ દેસાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યારે ,સીતાફળ, , ખાટી આમલી,બેહડા ,ખેર ખાખરો સહિત કુલ સાત પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લૉ કોસ્ટ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી નીવડી રહી છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here