છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના ગુનાના કામે નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરએ ઝડપી પાડ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી -નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી – અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપેલ — જે અનુસંધાને આર.એસ.ડામોર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. એસ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે • અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે – દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ઝોઝ, કવાંટ પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી ધુંધરીયાભાઇ ગુજલાભાઇ અવાસીયા રહે.ડુંગરગામ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવેલ છે અને તે મજુરી અર્થે મોરબી તરફ જવા બસમાં બેસવા ઉભો છે જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા છોટાઉદેપુર એસ.ટી ડેપોમાંથી બાતમી મુજબના વર્ણન વાળા આરોપી ધુંધરીયાભાઇ ઉર્ફે પુંદરીયા ગુજલાભાઇ ઉર્ફે ગુજરીયાભાઇ અવાસીયા(ભીલાલા) ઉ.વ.૨૪ રહે.ડુંગરગામ મ કથોલી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર મેં પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
– પકડાયેલ ઇસમઃ-
ધુંધરીયાભાઇ ઉર્ફે ધુંદરીયા ગુજલાભાઇ ઉર્ફે ગુજરીયાભાઇ અવાસીયા(ભીલાલા) ઉ.વ.૨૪
રહે.ડુંગરગામ કથોલી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) – આરોપી વિરૂદ્ધ નોંધાયેલ ગુના-
(૧) કવાંટ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.૦૪૮૩/૨૦૨૧ ઇ.પી.કો. ૩૭૯,૧૧૪ (૨) ઝોઝ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.૦૦૨૫/૨૦૨૧ ઇ.પી.કો. ૩૭૯,૧૧૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here