છોટાઉદેપુર જિલ્લાના અંગ્રેજીના શિક્ષકોનો એસ.એસ.સી.નું પરિણામ સુધારવા બાબતે બોડેલી ખત્રી વિદ્યાલયમાં એક દિવસીય રીવ્યુ બેઠકનો સેમીનાર યોજવામાં આવ્યો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ પવાર દ્વારા અગાઉના વર્ષોમાં એસ.એસ.સી.નું પરિણામ ખૂબ જ નબળું આવ્યું હોય તેમજ આ વર્ષે કોરોનાના કારણે શિક્ષણકાર્ય ઓછું થયું હોય, ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા માટે તેમજ આવનાર એસ.એસ.સી.ની પરીક્ષામાં મહત્વના વિષય ગણાતા હોય એવા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ઉપર વધુ ભાર મૂકી એક એક દિવસનો રીવ્યુ બેઠક સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આજે બોડેલી ખાતે ખત્રી વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ ખત્રી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦ માં અંગ્રેજી ભણાવતા ૮૬ જેટલા વિષય શિક્ષકોને એક દિવસના રીવ્યુ બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત શિક્ષકોએ સરળતાથી બાળકોને કેવી રીતે સમજાવી શકાય તેમજ પાસિંગ માર્કસ કેવી રીતે લાવી શકાય તેવી અલગ અલગ પદ્ધતિઓ રજુ કરી એક બીજા સાથે ચર્ચાઓ કરી હતી.
સામાન્ય રીતે ગણિત વિજ્ઞાન અંગ્રેજી નું જે પરિણામ હોય તેજ કેન્દ્રનું પરિણામ આવતું હોય છે આ વિષયો વિદ્યાર્થીઓને થોડા અઘરા લાગતા હોય છે ત્યારે આ વિષયોને સરળતાથી કેવી રીતે ભણાવી શકાય, તેમજ વિદ્યાર્થીઓને વધુ ને વધુ કેવી રીતે પાસ કરી એસ.એસ.સી.નું પરિણામ ઊંચું લાવી શકાય ? તેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ પવાર, ઇ. આઇ. ઇમરાણભાઈ સોની, એ. ડી. આઈ. અશોકભાઈ રાઠવા,અમિતભાઈ તેમજ ખત્રી વિદ્યાલયના આચાર્ય ફારૂકભાઇ ટપલા ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર જીલ્લાનું એસએસસીનું પરિણામ સુધારવા બાબતે બોડેલી ખાતે ખત્રી વિદ્યાલયમાં અંગ્રેજી વિષયની એક દિવસનો રીવ્યુ બેઠક સેમિનાર યોજાયો હતો જેમાં ઉપસ્થિત શિક્ષકો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here