કાલોલની સર્વોદય સોસાયટી પાસેની ગંદકી તાત્કાલિક દૂર કરવા લોકમાંગ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ કોર્ટ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઇના અભાવે ગંદકી ની ભરમાર જોવા મળે છે આ સોસાયટીમાં આવેલ મસ્જિદે ઈબ્રાહીમ મા લોકો નિયમિત રીતે નમાઝ અદા કરવાઅવરજવર કરતા હોય છે આ ઉપરાંત સ્થાનિકો નો આવવા જવાનો રસ્તો પણ હોવાથી લોકોને આવવા જવામાં ભારે તકલીફો પડી રહી છે દરરોજ શ્રદ્ધાળુઓને ફરજિયાત રીતે આ ગંદકી મા થી પસાર થવુ પડે છે. જેથી કાલોલ નગર પાલિકા દ્વારા તાત્કાલિક રીતે આ ગંદકી દૂર કરવા અને આ વિસ્તારની નિયમિત રીતે સાફ સફાઈ થાય મચ્છર જન્ય રોગો ની દવા છંટકાવ થાય અને હાલમાં ચાલતી કોરોના જેવી મહામારી દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ થાય તેવી લોકમાંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here