છોટાઉદેપુર ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયનો લોકાર્પણ સમારોહ તથા પુસ્તક પ્રદર્શન યોજાશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આજે તા. ૨૨મી, માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર ખાતે કલબ રોડ પર આવેલા યાત્રી ભવન ખાતે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવાની ઉપસ્થિતિમાં સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ અને તેમજ આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે.
રમત ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજય દ્વારા
છોટાઉદેપુર ખાતે શરૂ કરવામાં આવનાર નવા સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ ધારાસભ્ય
રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત યુવાઓને આઝાદીની ચળવળ અંગે જાણકારી
મળી રહે તે માટે આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવશે જેને ધારાસભ્યના હસ્તે
ખુલ્લુ મુકવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત નવા પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે સમારોહના તરીકે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે સમારોહમાં અતિથિ વિશેષ તરીકે છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુશ્રી, સ્તુતિ ચારણ પણ ઉપસ્થિત રહેશે એમ ગ્રંથાલય નિયામક ડૉ. પી.કે. ગોસ્વામી અને રાજય ગ્રંથપાલ, મધ્યવર્તી પુસ્તકાલય વડોદરા જેકે.ચૌધરી તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here