છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં કલેકટરશ્રી અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા ડે.ચુંટણી અધિકારી આર.બી ચૌધરી જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી બંધારણીય ફરજ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક વોટ ઉમેદવારનું ભાવિ નકકી કરે છે જેથી તમામે મતદાન કરવું જોઇએ એમ જણાવી તેમણે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો આશય સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી મતદાન અંગે જાગૃતિ આવે એ માટે
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. શાળા કોલેજના ૪ વિદ્યાર્થીઓએ મતદાનની અગત્યતા વિષે વક્તવ્યો આપ્યા હતા, મુખ્ય ચૂંટણી અધિકારી, ભારત સરકાર શ્રી રાજીવકુમારની વિડીયો સંદેશ સાંભળવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગત વર્ષ થયેલી ઓડિયો-કલીપ સ્પર્ધા, વિડીયો મેકિંગ સ્પર્ધા, ઈ-પોસ્ટર સ્પર્ધા વગેરે સ્પર્ધાઓના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આપણા જીલ્લાના સમાહર્તા અને કલેકટર સુશ્રી સ્તુતિ ચારણએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જીલ્લામાં ૨૧૫૯૪ નવા મતદારો ઉમેરાયા છે અને ૩૨૦ મતદાન બુથ એવા છે જે ફોરેસ્ટ એરિયામાં છે આ વિસ્તારોમાં ૬૮૦૦ નવા મતદાતા ઉમેરાયા છે. પોતાના વક્તવ્યમાં નવા ઉમેરાયેલા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન ચૂંટણીમાં સારી કામગીરી કરનાર સુપરવાઈઝરો, બીએલઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા સતત અને સાતત્યપૂર્ણ યોગદાન આપવા બદલ બે સિનીયર સીટીજનોનું શાલ તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રસંશાપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી ગોક્લાણી, પ્રાંત અને નાયબ કલેકટર શ્રી એ.જી ગામીત, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, પદ્મશ્રી પરેશ રાઠવા, ડીઈઓ, ડીપીઈઓ તથા મામલતદારશ્રી, સુપરવાઇઝરો, ચૂંટણી મામલતદાર ચૂંટણી શાખાના અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here