રાજપીપળા ખાતેની બેંક ઓફ ઇન્ડિયા સામે પડેલા તોતિંગ ખાડાઓ કોણ પુરસે ?

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

બેંકમા કામકાજ અર્થે આવતા ગ્રાહકોને વેઠવી પડતી ભારે હાલાકી- બેંક સામે પાણી ફરી વળતા લોકો પરેશાન

રાજપીપળા ખાતે ની બેંક ઓફ ઇન્ડિયા ની શાખા સામે પડેલા તોતિંગ ખાડાઓ થી બેંક મા કામકાજ અર્થે આવતા ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી બેંક ના ગ્રાહકો સહિત અવરજવર કરતા લોકો મા ભારે નારાજગી જોવા મળી રહી છે. ગટર તુટેલ હાલત મા હોય ચોમાસા ના પાણી થી લોકો ને ભારે હાલાકી ભોગવવા મજબૂર બનવુ પડતુ હોય છે.

રાજપીપળા ની બેંક ઓફ ઇન્ડિયા ના પ્રવેશ દ્વારે જ ગટર મા તોતિંગ ખાડાઓ પડેલા હોય ને ચોમાસા ની સીઝન દરમ્યાન ભારે પાણી ના વહેણ વહેતા આ સથળે કોઇ મોટા અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે. બેંક મા કામકાજ અર્થે આવતા ગ્રાહકો પોતાના સાથે નાના બાળકો ને લાવતા હોય છે , બેંક ની બહાર લાંબી લાંબી કતારો લાગતી હોય છે ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ગટર મા પડેલા તોતિંગ ખાડાઓ જીવલેણ પણ બની શકે છે જેથી તેની તરતજ મરમ્મત હાથ ધરાય એ ખુબજ જરુરી છે. રાજપીપળા નગરપાલિકા આ મામલે ગંભીર થઇ સત્વરે ગટર નુ સમારકામ કરે બેંક સામે પડેલા તોતિંગ ખાડાઓ ની કામગીરી સાથ ધરે એ ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here