છોટાઉદેપુર : કેવડી ખાતે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સિકલસેલ તથા વિકલાંગ કાયદો અને તાલીમ પુનઃવસનનો કેમ્પ યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પીડીત લોક સેવા ટ્રસ્ટ અને મેડીટોપ હોસ્પિટલના સહયોગથી જીનેટિક વારસાગત ખામી ધરાવતા સિકલસેલના યેલોકાર્ડ અને હાફ યેલો કાર્ડ ધરાવતા દર્દીઓને નિદાન અને જાણકારી તેમજ તેમના કુટુંબીજનોને સમાજના સામાન્ય પ્રવાહમાં રહી શકે તેવા હેતુસર કેવડી, ઇકો કેમ્પ સાઈટ ખાતે એક મેડીકલ કેમ્પ કમ સેમીનારનું આયોજન તા.૨૫/૦૨ /૨૦૨૩, શનિવારના સવારે ૯.૩૦ થી ૧૧:૩૦ તથા સાંજના ૪,૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે.
સેમીનાર તથા કેમ્પમાં સિકલસેલ દર્દી ઉપરાંત વિક્લાંગધારા નીચે ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓના સોસીયો-ઇકોનોમિક તથા હેલ્થ અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આવા લાભાર્થીઓની ઓળખ કરી તાલીમ અને પુનઃવસનની કાર્યશિબિર યોજવામાં આવનાર છે. આ કેમ્પમાં બારડોલીના સિકલસેલ એક્ષ્પર્ટ ડો. જ્યોતિષ પટેલ અને વિશ્વ પ્રસિદ્ધ ડો.ગ્રેહામ સાર્જન્ટ હાજરી આપવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here