છોટાઉદેપુર કલેક્ટરશ્રી સ્તૂતિબેન ચારણના બેન ડોક્ટર નિતિબેન જાહેર સેવા આયોગની પરીક્ષામાં પાસ થયા…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા. શ્રી સ્તુતિ બેન ચારણના નાના બહેન ડો નિતિ ચારણ ત્રીજા પ્રયત્ને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામ્યા છે. તેઓ એ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન ની પરીક્ષા પણ આપી હતી તેમને સખત મહેનત કરી ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષામાં જનરલ મેરીટ માં પાંચમો અને મહિલા કેટેગરીમાં પ્રથમ ક્રમ નંબર મેળવ્યો હતો અને ડો નીતિ બહેને ચારણે. જણાવ્યું હતું કે મારા મોટા બહેન જ મને વહીવટી સેવાઓની પરીક્ષા આપવા માટે માહિતી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. અને મને શરૂઆતથી ગુજરાત પ્રત્યે આકર્ષણ રહ્યું છે તેમજ મારા મોટા બહેન પણ ગુજરાત કેડરમાં ફરજ બજાવે છે જેથી મેં ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને કોઈપણ પ્રકારની તાલીમ વગર જાત મહેનત જ સિદ્ધિ હાંસલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here