બોડેલી તાલુકાના ૧૯૬૩ વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા સામાન્ય પ્રવેશ પરીક્ષા આપી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ઘ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગતની જ્ઞાનરક્ષા શાળા,મોડેલ શાળાઓમાં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે યોજવામાં આવેલી સામાન્ય પ્રવેશ પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ૫ સેન્ટરો ફાળવવામાં આવ્યા હતા.જેમાં ૭૦ શાળાઓના અંદાજે ૧૯૬૩ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં તાલુકામાં ૬૮ જેટલા બ્લોકોની ફાળવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તેવી તમામ વ્યવસ્થાઓ તમામ સેન્ટરોમાં ફાળવવામાં આવી હતી.ઉનાળાના ધગધગતા તાપમાં બાળકોને ડીહાઇડ્રેશન કે કોઈ અન્ય તકલીફ થાય તો આરોગ્યની ટિમ પણ તમામ સેન્ટરો પર ફાળવવામાં આવેલ હતી.બોડેલી તાલુકાના ચલામલી ગામે ફાળવવામાં આવેલ સામાન્ય પ્રવેશ પરીક્ષા સેન્ટરમાં ત્રણ ક્લસ્ટરની ૧૬ શાળાઓના ૫૭૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા આવ્યા હતા.બોડેલી બીઆરસી વિશાલભાઈ પંડ્યા અને શિક્ષણ સહાયકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પ્રવેશ આપ્યો હતો.વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી ન થાય તેવી તમામ વ્યવસ્થાઓનું મોનીટરીંગ જાતે બીઆરસીએ કર્યું હતું.આમ બોડેલી તાલુકાના ૧૯૬૩ વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા સામાન્ય પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here