રાજપીપળામા સ્મશાન માટે નગરપાલિકાએ લાખોની ફાળવણી કર્યા બાદ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા મુસ્લિમ સમાજ પણ કબ્રસ્તાન ની જમીન ફાળવવા અને કબ્રસ્તાન મા વિવિધ સુવિધાઓ વધારવા મેદાનમાં આવ્યુ

રાજપીપળા મા એકજ કબ્રસ્તાન હોય સરકાર પાસે બીજી જમીન ફાળવવાની માંગણી સાથે કલેક્ટર અનેચીફ ઓફિસર પાસે લેખિત માંગણી કરાઇ

રાજપીપળા નગર મા સ્મશાન ના વિકાસ કરવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્મશાન ની નવી જગ્યા ફાળવવામાં આવતાં અને લાખ્ખો રુપિયા ના ખર્ચે નવીન સ્મશાનગૃહ બનાવવા ની જાહેરાત કરતા નર્મદા જીલ્લા યુથ કોગ્રેસે ચિત્રાવાડી ગામ પાસે રાજપીપળા ની હદ મા આવેલ 100 વર્ષ જુના સ્મશાન મા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ની માંગણીઓ સાથે ચીફ ઓફિસર નગરપાલિકા ને આવેદનપત્ર આપ્યુ છે તયારે હવે રાજપીપળા ના મુસ્લિમ સમાજે પણ પોતાને મૃતદેહો દફનાવવા માટે પુરતી જગ્યા ન હોય કબ્રસ્તાન માટે નવી જમીન ની ફાળવણી કરવામાં આવે ની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન ના વહીવટકર્તા ઓએ નર્મદા કલેક્ટર સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર ને પત્ર પાઠવી પોતાની માંગણી કરતા જણાવેલ છે કે રાજપીપળા નગર મા વર્ષો જુનુ કબ્રસ્તાન આવેલ છે , જયા મુસ્લિમ સમાજ મૃતદેહો ને ધાર્મિક વિધિ અનુસાર દફન કરતો હોય છે , આ કબ્રસ્તાન મા નગર ની મુસ્લિમ સમાજ ની વસ્તી જોતા દફનાવવા માટે પુરતી જગ્યા હવે રહી ન હોય ને તેમજ હાલ કોરોના ની મહામારી ફેલાઈ હોય ને મૃત્યુ દરમાં પણ વધારો થયો છે જેથી જગ્યા ની જરુરીયાત ઉભી થઇ હોય નગરપાલિકા ના હદ વિસ્તારમાં નવીન જમીન કબ્રસ્તાન માટે ફાળવવા ની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત હાલ જયાં કબ્રસ્તાન છે તયારે નિયમિત સાફ સફાઈ કરાવવા , પાસે ના નાળા મા થતી ગંદકી દૂર કરવા તેમજ કબ્રસ્તાન મા કબર ખોદવા માટે સાધનો મશીનરી માટે નાણાંકીય જોગવાઈ કરવા સહિત કબ્રસ્તાન મા ખાડાઓ હોય માટી કામ કરી ખાડાઓ પુરી આપવાની માગણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here