ચાણોદ પોલીસની સરાહનીય કામગીરી…નર્મદા નદીમાં ડૂબતા યુવાનને બચાવ્યો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

હાલમાં પવિત્ર ચૈત્ર માસ ચાલતો હોય આ દરમિયાન શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના ચાણોદ તીર્થ સ્થાને તથા ત્રિવેણી સંગમ સ્થળે પિતૃ તર્પણ વિગેરે ધાર્મિક વિધિ વિધાન માટે બહોળી સંખ્યામાં આવતા હોય જે અનુસંધાને નર્મદા કિનારે ચાણોદ પો.સબ ઈન્સ. ડી.આર. ભાદરકા એ પોલીસ તથા હોમગર્ડ સભ્યોનો બંદોબસ્ત ગોઠવી હોય તમામને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ફરજ સતર્કતથી બજાવવા સુચના કરેલ હોય જે દરમ્યાન આજરોજ સવારના દશેક વાગ્યે સુરતથી રમકડાંનો વેપાર કરી રોજીરોટી રળવા પરિવાર સાથે આવેલ આકાશ હરિલાલભાઈ મોર્યા કરનાળી સોમનાથ ઘાટ નર્મદાના પાણીમાં નહાવા ગયેલ જે નદીના ઊંડા પાણીમાં જતો રહેતા ડૂબવા લગતા ફરજ પરના હોમ ગાર્ડના સભ્યો માછી વિજયભાઇ મહેશભાઈ
, માછી હેમંતભાઈ પ્રેમાભાઈ નાઓએ પરિસ્થિતિને પારખી જતાં પ્રતિયુક્તી અને સુજબુજ દાખવી નદીના પાણીમાંથી તેને ખેચી કાઢી પાણીમાં ડૂબી જતાં બચાવી લેવામાં આવ્યો હતો. અને આ વખતે ડૂબતા માણસ થોડું પાણી પી જતા તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણોદ ખાતે સારવાર માટે મોકલી આપવાની ઉમદા અને સરાહનીય કામગીરી ચાણોદ પોલીસે બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here