કાલોલ નજીક કરાડ નદીમાંથી ગેરકાયદેસર રીતે બિન્દાસ્ત પણે રેતીનું ખનન કરતા ખનીજ માફિયાઓ… તંત્ર નિષ્ક્રિય

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા ‘-

કાલોલ નજીક અલવા ગામમાંથી પસાર થતી કરડ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢતા સંખ્યાબંધ ટ્રેક્ટર જોવા મળી રહ્યા છે દરરોજના એકી સાથે 15 થી 20 જેટલા ટ્રેક્ટરો મારફતે રેતી ઉલેચવા માં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નજીકમાં આવેલા ઝીલીયા, રાણીપુરા ,પાંચતાડ અને રાહ તળાવ ગામના લોકો પોતાના ટ્રેક્ટરનો મારફતે ગેરકાયદેસર રીતે રેતી કાઢી જાય છે અને મસવાડ જીઆઇડીસી વાળા અંતરિયાળ ગામોનાં રસ્તે થઈ હાલોલ તરફ આ રેતી નું વેચાણ કરવામાં આવે છે. નદીમાંl ઊંડા ખાડા પાડી રેતી ખનન કરવાથી નદીમા મોટા ઘરા પડી જવા પામ્યા છે અને આસપાસ નાં ગામો માં પાણી નાં સ્તર પણ નીચે જવા પામ્યા છે. કાલોલ, હાલોલ તરફના ધોરીમાર્ગ ઉપર થી બિન્દાસ રીતે રેતી ભરીને આ ટ્રેક્ટરો કોના આશીર્વાદથી જાય છે તે ચર્ચા નો વિષય બની રહ્યો છે. આ વિસ્તાર માં રેતી કાઢવાની કોઈ લીઝ અસ્તિત્વ માં નથી તેમ છતાં પણ ખુલે આમ કરડ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યુ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામા આવે તો ઘણી બધી ગેરકાયદેસર ખનન ની પ્રવૃતિઓ અંકુશમાં આવે તેમ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here