ગોધરા સબજેલ માંથી બિનવારસી હાલતમાં મોબાઈલ મળી આવતા ચકચાર…

ગોધરા, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગોધરા ખાતેની સબ જેલમાંથી ગુરુવાર ના પોલીસ ની કેદીઓ ની ઝડતી ,તપાસ દરમિયાન સબ જેલ ખાતેની બેરેક નંબર ૨ ની બાજુમાં આવેલ ખૂલ્લા ભાગમાં ઝડતી કરવામાં આવતા કાળા કલરની પોલીથીન વાળુ પોટલું બિનવારસી દર્ગાહની બાજુમાં છુપાવેલ પોટલું મળી આવેલો હતો જે પોટલું ફરજ ફરજ પરના સ્ટાફની હાજરીમાં ખોલવામાં આવતા વિવો કંપની નો બ્લેક બ્લુ કલરનો મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારમાંથી મળી આવેલ મોબાઈલ ની કીમત રૂ ૨૦૦ ગણી તપાસના કામે કબજે લઈ આ મોબાઈલથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ ? આ મોબાઈલ નો ઉપયોગ કયા કયા કેદીઓ દ્વારા કરવામાં આવ્યો છે? આ મોબાઈલ જેલમાં કોની કોની મદદ થી ઘુસાડવામાં આવ્યો છે? તેવા તમામ પ્રશ્નો બાબતે તપાસ કરવા માટે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નો.કો. ગુનો દાખલ કરી આઇ.પી.સી.કલમ-૧૮૮ તથા પ્રીજનર્સ એક્ટ ની કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ની ફરિયાદ ઈનચાર્જ જેલર ભગીરથ કેશરસિંહ જાખલ દ્વારા નોંધાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here