ગોધરા શહેરના મીતકુમારને અભિનય જગતમાં મેડલ તેમજ પ્રમાણપત્ર મળતા સમસ્ત સમાજમાં ખુશીની લહેર..

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજની રંગ બદલતી દુનિયાનો દરેક વ્યક્તિ ગમે તે રીતે કોઈને કોઈ ભૂમિકા ભજવી રહ્યો છે, એટલે કે સમગ્ર વિશ્વ એક રંગમંચ છે અને બે પગ વાળો પ્રાણી એ રંગમંચનો એક કલાકાર છે. તેમછતાં પોતાની કલા થકી કરતબ નિભાવનાર એ મનુષ્યને ખબર જ નથી કે એના અભિનયનો અંત ક્યારે થશે અને એની એ કલાકારી ને દુનિયા યાદ રાખશે કે નહીં…! પરંતુ માનવ શરીરમાં જીવનો કણ ફૂટ્યા પછી એ શરીરમાં એટલે કે પોતાના શરીરમાં ઈશ્વરે કઈ કઈ ખૂબીઓ પ્રદાન કરી છે અને એ ખૂબીઓને કઈ રીતે બહાર લાવવી છે એના માટે મનોમંથન કરી… મહેનત કરી… કોઈ નામના મેળવે એનેજ સાચો કલાકર કહી શકાય…

જેને અનુરૂપ પંચમહાલ જિલ્લાના પાટનગર સમાન ગોધરા શહેરના એક ઉગતા સૂરજ એવા સેલોત મીતકુમાર સુરેશભાઈએ એક્ટિંગ ની દુનિયામાં પોતાનું અને ગોધરા નગરનું નામ રોશન કર્યું છે. ગોધરા શહેરના આ ઉત્સાહી બાળકે ઇન્ટરનેશન બુક ઑફ રેકોડમાં નામ નોંધાવી અભિનય જગતમાં પોતાનો ડગ મૂકી દીધો છે જેના ફળ રૂપે તા.ર૬-૬-૨૧ના રોજ મીત કુમારને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યો હતો. જેને લઈને મીતના માતા-પિતા, કુંટુંબી જનો, સમસ્ત સમાજ તેમજ સમગ્ર ગોધરા શહેરમાં ખુશીની લાગણી પ્રસરાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here