ગોધરા નગરપાલિકાના વોર્ડની પેટા ચૂંટણી જીતવા “આપ” દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

આજે ગુરુવારના રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની બેઠક ગોધરા સર્કિટ હાઉસમાં જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.
બેઠકનો હેતુ ગોધરા નગરપાલિકાના વોર્ડની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તથ કોને કોને જવાબદારી આપવી તે બાબતનો હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ દ્વારા ચૂંટણી ઇન્ચાર્જ તરીકે અજયભાઈ વસંતાની તથા સહ ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ પરમારની વરણી કરવામાં આવી હતી તથા વોર્ડ નંબર ત્રણ માં જેટલા મતદાન બુથ છે તે તમામ બુથ પર પ્રદેશ પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અરવિંદભાઈ માછી, પ્રદેશ ઉપાધ્યક્ષ (માયનોરીટી) મહેબુબભાઇ બક્કર, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ પટેલ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી (ઓબીસી) મનંતભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ (ટ્રેડ વિન્ગ) કનુભાઈ પટેલ, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ આનંદીબેન બારીઆ, પ્રદેશ મહિલા જોઇન્ટ સેક્રેટરી ગીતાબેન કિશોરી, પ્રદેશ ઉપાધ્યક્ષ (એસટી) પ્રવિણભાઇ રાઠવા તથા મોરવા હડફ તાલુકા પ્રમુખ રમણભાઈ બારીઆ, ઘોઘંબા તાલુકા પ્રમુખ સંજયભાઈ સોલંકી, હાલોલ તાલુકા પ્રમુખ ગુરુરાજસિહ ચૌહાણ સહિતના પદાધિકારીઓને બુથની જવાબદારી ફાળવવામાં આવી છે.
બુથમાં આવતી તમામ સોસાયટીઓમાં ડોર ટુ ડોર જઈને મતદારોનો સંપર્ક કરવો અને મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવારને વોટ આપીને જીતાડવા માટે વિનંતી કરવાની કામગીરી બાબતે ચર્ચા કરી રણનીતિ બનાવી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here