ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર પરિયોજના માટે બલિદાન આપનારા આદિવાસી આજે અસહાય..!!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરીયોજનામાં ડુબમાં જતાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓને ગુજરાત સરકાર ધ્વારા કેટલીક ઠેકાણે વસાહત આપી સ્થળાંતર કરેલ ત્યારે વસાહતીઓ ને કોઈ પણ જાત ની તકલીફ નહીં પડે એવી હૈયાધારણા આપવામાં આવી સરકાર દ્વારા નર્મદા વિસ્થાપિતો માટે સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ ની સ્થાપના કરવામાં આવી જેથી વસાહતીઓ પોતાના પ્રશ્નો ની રજૂઆત કરી ન્યાય મેળવી શકે પરંતુ સમય જતાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પણ અસરકારક પુરવાર ન થયું ડભોઇ ની આજુબાજુ ડભોઇ નગરપાલિકા હદક્ષેત્ર માં નર્મદા વિસ્થાપિત વસાહત વેરાઈ માતા વસાહત શિનોર રોડ ૧, ડભોઇ શિનોર રોડ ૨ , નડા વસાહત , તથા ઢાલનગર વસાહત ને સમાવવા માં આવ્યા પરંતુ ડભોઇ નગરપાલિકા આ વસાહતો ને સગવડ આપવામાં ઉણી ઉતરી જેને લઈ સમય જતાં વિસ્થાપિતો દ્વારા નગરપાલિકા માંથી છૂટા કરી ગ્રામ પંચાયત માં સમાવેશ કરવા વારંવાર સરકાર ની અલગ અલગ કચેરી માં રજૂઆતો કરી પરંતુ સરકાર ના અધિકારી ઓ ખો આપતા રહ્યા સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે નર્મદા નિગમ વાળા પાસે વિસ્થાપિતો સગવડ માટે રજુઆતો કરે તો નગરપાલિકા ને ખો આપે નગરપાલિકા જયારે કંઈ કરે તો જમીન નર્મદા નિગમ ની હોય એટલે વાંકુ પડે આમ સરકારી અધિકારીઓ ના બે પૈંડા વચ્ચે ૩૨ વર્ષ પિસાતા રહ્યા અંતે નગરપાલિકા ની સામાન્ય સભા ઠરાવ નંબર ૨૨ તા ૩૦-૪-૨૦૧૫ નો ઠરાવ કરી વસાહતો ને નગરપાલિકા માંથી છૂટા કરી ગ્રામ પંચાયત માં સોંપવામાં આવે તો નગરપાલિકા ને કોઈ પણ જાત નો વાંધો નથી એમ ઠરાવ થયા બાદ પણ આઠ વર્ષ જેટલો સમય વીતવા છતાંય કોઈ નક્કર કામગીરી થઇ નથી સરકાર ના અધિકારીઓ પોતાના મત બેંક ની લ્હાય માં વિસ્થાપિતો ને અન્યાય કરી રહ્યા છે પોતાના સમાજ ને ન્યાય અપાવવા વોર્ડ નં ૯ ના યુવાન નગરસેવક અજય રાઠવા દ્વારા ૭-૧૦-૨૦૨૨ ની સામાન્ય સભામાં પ્રમુખ ને લેખીત રજૂઆત કરી ડભોઇ નગરપાલિકા માંથી છૂટા કરી ગ્રામ પંચાયત માં સમાવવા ડભોઈ નગરપાલિકા ને કોઈ વાંધો નથી એમ લેખીત આપવામાં આવતા વિધાનસભા માથે છે ત્યારે વિસ્થાપિતો ની માંગણી સરકાર માટે માથા નો દુખાવો બને તો નવાઈ નહીં વિસ્થાપિતો દ્વારા અવારનવાર સરકાર માં પોતાના પ્રશ્નો નહીં લઈ રજૂઆત કરી રહ્યા છે ત્યારે હવે નગરપાલિકા માથી ગ્રામ પંચાયત માં ભળે તો કેટલીય ગ્રામ પંચાયત નું રાજકીય ભવિષ્ય બદલાય એમ છે એટલે સરકાર માટે આ નિર્ણય માથા નો દુખાવો બનશે હવે જોવું રહયું કે સરકાર વિસ્થાપિતો ની માંગણી ને માનવતા ના ધોરણે આંદોલન મંડાય તે પહેલા સ્વીકારી લે એવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here