ગાંધીના ગુજરાતમા દારૂબંધી માત્ર ચોપડે ! દારૂબંધીના દાવાઓ પોકળ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકામા રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે દારૂના અભિષેકથી વિધિ કરાયાનો સોશીયલ મિડીયામા વિડીયો વાયરલ

શુ બોટલમાં દારૂ હતો ? તપાસનો વિષય

ધારાસભ્ય, માજી ધારાસભ્ય, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ સહિત કારોબારી અધયક્ષની સૂચક હાજરીમાં બનેલ બનાવે સરકારની દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા

ગાંધીજીના ગુજરાતમા નશાબંધીનો અમલ દાયકા ઓથી થઇ રહ્યો છે, તમામ સરકારો પછી તે કોગ્રેસની હોય કે ભાજપની કે કોઈ અન્ય નશાબંધી માટે પોતે કૃતનિશ્ચયી હોવાના ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હમામમા બધાજ નાગા જેવી ગુજરાતમા નશાબંધીના કાયદાની પરિસ્થિતિ છે. રાજયમા ઢડલલેથી દેશી વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે. આ બાબત જગ જાહેર પણ છે જ.

ગુજરાત સરકારે હાલમાં દારૂબંધીનો કડક કાયદો અમલી બનાવેલ છે. રાજયમા વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવવામા આવી રહયું છે. છતા મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ નર્મદા જીલ્લામા સમયાંતરે દારૂના વેપલાના કિસ્સા પ્રકાશમા આવતા હોય છે. જે નશાબંધીની તમામ પોલોને ઉજાગર કરવા માટે પુરતા છે.

રાજ્યમા ભલે નશાબંધીના ધજાગરા ઉડતા હોય પરંતું નર્મદા જીલ્લામા ભાજપા સહિત BTP ના આગેવાનોની ઉપસ્થિતિમાં એક એવો કિસ્સો પ્રકાશમા આવ્યો છે અને લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે જે ખરેખર સત્ય હોય તો ખૂબજ નિદનીય છે. જીલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા તાલુકાના વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્તના કાર્યક્રમમા ખાખરના પાનમાં દારૂના અભિષેક કરવામાં આવ્યા હોવાની ઘટના ઘટી છે.

રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે ખાખરના પાન માદારૂના અભિષેકની ઘટના લોકોમા લોકમુખે ચર્ચાસ્પદ બનતા તેના રાજકીય પ્રત્યાઘાત પણ પડવા માંડયા છે, ભરૂચના ભાજપ સાંસદ મનસુખવસાવાએ આ મામલે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. અને આ મામલે મુખ્યમંત્રીને પણ પશ્રો પુછાઇ રહયા છે.

લોકોમા ચર્ચાસપદ બનાવની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામા વિવિધ રસ્તાઓનું ગત 25/10/2020નાં રોજ ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત ભૂમિપૂજન પ્રસંગે ડેડીયાપાડા વિધાનસભા બેઠકના BTP ના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને BTP આગેવાન બહાદુરસીંગ વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય અને પુર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદીવાસી આગેવાનો પણ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યુ હતુ. આ બાબતે સોશીયલ મિડીયામા વિડીયો પણ વાયરલ થયા હતા જેમા એક બોટલમા પ્રવાહી સ્પષ્ટપણે જણાઈ આવે છે.

આ મામલો પ્રકાશમા આવ્યો એ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યકત કરી હતી, એમણે જણાવ્યું હતું કે, હંમેશા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળથી પૂજન કરવામાં આવે છે. તેના બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યાં છે તથા એ વાતો પણ ચર્ચાસપદ બની હતી કે કેટલાંકે તો આ પ્રસાદી પણ લીધી હતી. જે બાબતે ઘણા બધાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવેલ છે, દારૂબંધીના નવા કાયદાઓ અમલમાં આવ્યા છે છતાં લોકો પર ગુજરાતમા તેની કોઈ અસર જ વર્તાતી નથી. લોકોની વાતો જવા દઇએ રાજકીય પાર્ટીઓના નેતાઓજ જો બેખોફ હોય તો બચારી પ્રજાનુ શું ??

આ બનાવ જો સત્ય હોય તો એ વાતની પ્રતિતી કરે છે કે ગુજરાતમા દારૂ બંધીના કડક અમલ સામે માત્ર રાજકારણીઓ જ રોળા સમાન છે.

શુભ મુહૂર્ત પ્રસંગે આદિવાસીઓની પરંપરા

આદિવાસી સમાજ પોતાની એક અલગ જ સાંસ્કૃતિક વારસો ધરાવતો સમાજ છે, કોઈ પણ શુભ પ્રસંગે ખાતમુહૂર્ત પ્રસંગે આદિવાસી સમાજ પોતાની પરંપરાઓનેજ અનુસરતો હોય છે, ત્યારે શુ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે જે વિધિ કરવામાં આવી તે તેમના પરંપરાના ભાગરૂપે હતી ?? ની વાતો પણ ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here