રાજપીપળા ખાતેના રજવાડા સમયના વિનાયકરાવ વૈધ ગાર્ડનની સુંદરતા નષ્ટ કરવાનો તખ્તો નગરપાલિકાની કારોબારીમા ઘડાયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગાર્ડનની મુખ્ય રોડ સાઈડે દુકાનો બનાવવા માટે કારોબારી સમિતિમા ઠરાવ

નગરપાલિકા સદસ્ય મહેશ વસાવાનો ગાર્ડનમા દુકાનો સ્ટોલ બનાવવા સામે વિરોધ

રાજપીપળા નગરપાલિકા ખાતે વણવપરાયેલા નાણાંના કોથળા ભરીને પડ્યા હોય આડેધડ રુપિયા વાપરવાની જાણે કે હોડ જામી છે નગરમા વિકાસના નામે વિનાસના કામોને મંજુર કરવામાં આવી રહયા છે, થોડાક દિવસ પહેલા જ નગરની રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક નાખવા માટેની કામગીરીનો વિરોધ થયો હતો હજી એની કળ વળી નથી ત્યાંજ નગરપાલિકાની કારોબારી સમિતિની મળેલ બેઠકમા નગરના રજવાડા સમયના સુંદર ગાર્ડનમા દુકાનો સ્ટોલો બનાવવા માટેની કામગીરીનો ઠરાવ કરાતા નગરજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નગરપાલિકા ખાતે ગાર્ડનમા દુકાનો બનાવવા સ્ટોલ બનાવવા માટેની ટેનડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ ગયેલ છે.27 મીના રોજ ટેન્ડર નગરપાલિકા ખાતે ખોલાયા હતા આ બાબતે હાલમાજ મળેલી કારોબારી સમિતિમા નિર્ણય લેવામાં આવેલ હતો કે મુખ્ય રોડ તરફના ગાર્ડનના ભાગે દુકાનો બનાવવામા આવે કે જેથી નગરપાલિકાના આવકના સાધનો ઉભાં થાય, તો શુ નગરપાલિકાના સતાધિશોને ખબર નથી કે જે લોકો લારીઓ લઇને ઉભા રહેછે તે રોજ બરોજ નગરપાલિકાને ભાડુ ચુકવેજ છે ?? નગરપાલિકા આવક તો રળે છે તો પછી ગાર્ડનની સુંદરતા સાથે રમત કેમ રમવામાં આવી રહી છે ??

ગાર્ડનમા એક તરફે શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવેલ છે ગાર્ડનનો લુક હવે માત્ર મુખ્ય રસ્તા ઉપરથી જ જોઇ શકાય છે દુકાનો બનવાથી ગાર્ડન ત્રણ તરફથી બંધ થઇ જશે ?? નગરપાલિકાના સતાધિશો આ બધુ શુ જાણતા નથી ?? જો જાણે છે તો પછી તઘલખી નિર્ણયો કેમ લેવામાં આવે છે ??

પાલિકા ખાતે હાલ કરોડો રૂપિયા ]નુ ભંડોળ પડેલુ હોય દલા તરવાડીની વાડીની જેમ વહીવટ કરવામાં આવતો હોવાનું નગરજનોના મુખે લોકચર્ચામા આવ્યુ છે.

આ મામલે નગરપાલિકાના સદસ્ય અને પુર્વ પ્રમુખ મહેશ વસાવાએ પોતાનો વિરોધ દરશાવયો છે, સોશિયલ મીડિયામા તેઓએ રાજપીપળા ખાતે માત્ર એકજ ગાર્ડન હોય ને દુકાનોની કામગીરીનો વિરોધ કરવા નગરજનોને આહવાન કર્યુ છે. આ બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપીને નગરજનો પોતાના વિરોધ દરશાવે તો નવાઈ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here