ગાંધીનગર સ્થિત ગુજકોમાસોલની મુલાકાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજકોમાસોલની બોર્ડ બેઠકમાં રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ)ની ગાંધીનગર સ્થિત વડી કચેરીની મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સંસ્થાન ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બીપીનભાઈ પટેલ (ગોતા) અને સી.ઈ.ઓ. દિનેશભાઈ સુથારે સ્વાગત કર્યું હતું.

બાદમાં સરદાર જયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ રાજ્યપાલ એ કચેરીની મુલાકાત લઇ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ મહામહિમ રાજ્યપાલે ગુજકોમાસોલની બોર્ડ બેઠકમાં હાજરી આપી. જેમાં સંસ્થાના ચેરમેન, વાઇસ ચેરમેને તેઓનું મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું અને તમામ ડિરેક્ટરો એ પુષ્પગુચ્છ થી રાજ્યપાલ ને આવકાર્યા હતા. પોતાના સ્વાગત પ્રવચનમાં ચેરમેન દિલીપ સંઘાણીએ રાજ્યપાલ નું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિ વિશે તેમજ ભાવી આયોજન વિશે માહિતીગાર કર્યા હતા. ત્યારબાદ રાજ્યપાલ એ બોર્ડર બેઠકમાં પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપી સૌને આ કાર્યમાં જોડાવવા આહવાન કર્યું હતું. વધુમાં ગુજકોમાસોલની પ્રગતિ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી ચેરમેન, વાઇસ ચેરમેન તથા બોર્ડના સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના અત્યંત વ્યસ્ત સમયપત્રક વચ્ચે સંસ્થાની મુલાકાત લઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા બદલ અને બોર્ડને માર્ગદર્શન આપવા બદલ માન. રાજ્યપાલશ નો વાઈસ ચેરમેન એ સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here