ખેલ મહાકુંભ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા કક્ષાની રસ્સાખેચ શ્રી L.N.P શાળામા સ્પર્ધા યોજાઇ

દેવભૂમી દ્વારકા, પ્રવાસીપ્રતિનિધિ :-

રાજ્ય સરકારે દર વર્ષની જેમ ચાલુ વર્ષમાં રમતગમત ક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ યોજવાનું આયોજન કર્યું છે. ખેલ મહાકુંભનો ઉદ્દેશ ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવા, સ્વાસ્થ્ય જાગૃતિ, પ્રતિભા શોધ બહાર લાવવાનો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત અધિકારીશ્રી રવલીયા સાહેબ દ્વારા શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રસ્સાખેચ રમત કલ્યાણપુર તાલુકાના મધ્ય ભાગે આવેલા ભાટીયા ગામે ની શ્રી એલ એન પી શાળા માં સ્પર્ધા યોજાઇ હતી જેમાં કલ્યાણપુર તાલુકાના રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.

ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહેલ કલ્યાણપુર તાલુકા ના ઉપપ્રમુખ શ્રી વેલાભાઇ ચોપડા ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી ડી એલ પરમાર સાહેબ તથા ભાટીયા ગામ ના પ્રથમ નાગરિક હમીરભાઇ ભાભી, લોહાણા સમાજના અગ્રણી નિલેશભાઈ કાનાણી , ખાનગી શાળા સંચાલક મંડળના મહામંત્રી કાંતિભાઈ કણજારીયા તથા વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા , સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી વિદ્યાર્થીઓને ચા નાસ્તો કરાવી ત્યારબાદ રમત રમાડવામાં આવી હતી . તેમ રસાખેચ રમતના કન્વીનરશ્રી loksevak પ્રિયંકભાઈ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here