ક્યાથી ભણશે બાળકો..?ડેરોલ ગામની હાઈસ્કૂલમા વિધાર્થીઓ પાસે કરાવાય છે મજુરી, કચરો વાળતા વિધાર્થીઓ.. .

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે આવેલી આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે મંગળવારે વિધાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક મંડળ માથી આવેલ પુસ્તકો ના થપ્પા ઉચકાવ્યા એટલુ જ નહી પરંતુ ગ્રાઉન્ડ મા વિધાર્થીઓ ને લાઈનબંધ ઉભા રાખી પુસ્તકો ના થપ્પા એક છેડે થી બીજા છેડે મોકલાવે છે એટલુ જ નહિ પણ બે વિદ્યાર્થીનીઓ પાસે કચરો કઢાવે છે તે પણ કૅમેરામાં આવી ગયુ છે એક જાગૃત વાલી મંગળવારે શાળામાં હાજર હતા ત્યારે તેઓએ આ હકીકત જોતા પોતાના મોબાઈલ વડે રેકોર્ડિંગ કરી લીધેલ શાળા મા સેવક નુ મહેકમ હોવા છતા થોડા ઘણા પૈસા બચાવવા માટે વિધાર્થીઓ પાસે આવી મજુરી કરાવાય છે કે પછી અભ્યાસક્રમ ના કોઇ ભાગ રૂપે આવી પ્રવૃત્તિ કરાવાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટના બાબતે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કેવા પગલા લેવાય છે તે જોવુ રહ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here