કેવડીયા 6 અસરગ્રસ્ત ગામના આદિવાસીઓના સમર્થનમાં કેવડીયા કોલોનીના બજારો સજજડ બંધ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સરદાર સરોવર નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત આદિવાસીઓના પશ્રે દિવસે-દિવસે ઉગ્ર બનતું આંદોલન

કેવડીયા કોલોનીના વિસ્તારના આદિવાસી અસરગ્રસ્તોના પશ્રે હવે દિનપ્રતિદિન આંદોલન ઉગ્ર બની રહ્યો છે, રાજકીય પાર્ટીઓ સહિત આદિવાસીઓના વિવિધ સંગઠનો અસરગ્રસ્તોની વહારે આવી રહયા છે ત્યારે આજરોજ કેવડીયા કોલોનીના વિસ્તારમાં ધંધો રોજગાર કરતા વેપારીઓએ પણ અસરગ્રસ્તોની માગણીઓને સમર્થન આપ્યુ હતું.

કેવડીયા કોલોનીના વિસ્તારમાં આવેલ સમગ્ર બજાર આજરોજ અસરગ્રસ્ત 6 ગામના આદિવાસીઓના સમર્થનમા આવ્યુ હતુ, અસરગ્રસ્ત આદિવાસીઓની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા થતી કામગીરીનો વિરોધ આદિવાસીઓ કરી રહ્યા છે ત્યારે કેવડીયા કોલોનીના વેપારીઓએ બજારો બંધ રાખીને તેમની માગણીઓને સમર્થન આપ્યુ હતું.

વહેલી સવારથી જ બજારો બંધ રહ્યા હતા, આ અંગેની અગાઉથી કોઈજ જાહેરાત કરવામાં આવી ન હોય ને ખરીદી કરવા આવતા લોકોને ભારે તકલીફ પડી હતી. જોકે આદિવાસીઓની માગણીઓનો પશ્ર હોયને લોકોએ પણ વેપારીઓની સાથો-સાથ બંધને સમર્થન આપ્યુ હતું. આમ અસરગ્રસ્તોનો પશ્ર હવે સરકાર માટે ખુબજ કપરો બનતો જઇ રહ્યો છે ત્યારે આ પશ્રનો હલ કઇ રીતે નીકળે છે તેના પર સૌ ની નજર મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here