કાલોલ મામલતદાર કચેરીમા ઈન્ટરનેટ સેવા ખોરવાતા એક કલાક સુધી અરજદારો થયા હેરાન પરેશાન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ મામલતદાર કચેરી ખાતે આજરોજ શુક્રવારના બપોરના 12 કલાકે જીસ્વાન ઈન્ટરનેટની સેવા ગાંધીનગર ખાતેથી એકાએક બંધ થઈ જતા તાલુકાભરમાંથી આવેલા લોકો હેરાન થઈ ગયા હતા દસ્તાવેજો કરવા ,આવકના દાખલા કઢાવવા, સોગંદનામાં કરવા જમીનના ઉતારા લેવા માટે સ્કૂલ ના દાખલા માટે વિધવા પેન્શન માટે આવતા અરજદારો હેરાન થઈ ગયા હતા જોકે એકાદ કલાકના અંતરે ઇન્ટરનેટ સેવા પુન ચાલુ થતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here