કાલોલ ખાતે ખાનગી વેપારીઓ દ્વારા ખાતરના વધારે ભાવ લેવાતા ખેડૂત દ્વારા મામલતદારને ફરિયાદ…તંત્ર દ્વારા કાર્યવાહીના ઠાગા ઠૈયા.

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ઉપરથી નીચે સુધી ખેડૂતોને લુંટવાનો ઈજારો આપાયો હોય તેવુ તંત્રનું વર્તન

સરકારી ગાઈડ લાઈન મુજબ કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવ્યો છે એને કારણે કશુ પગલા નથી લેવાતા કે શુ ? પક્ષા પક્ષી છોડી ખેડૂતોનું હિત ક્યારે વિચારાશે ?

કાલોલ નગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવ લેવાતા હોવા નુ આવેદનપત્ર આપવાના 24 કલાક પણ થયા નથી ત્યાં કાલોલના ખાનગી વેપારીઓ દ્વારા વધુ ભાવ લેવાતો હોવાનું સામે આવ્યું છે. કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામ ના જયેશભાઈ મયજીભાઈ પરમાર આજરોજ કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ રામદેવ ખાતર ડેપો માં શુક્રવારના રોજ યુરિયા ખાતર લેવા માટે ગયા હતા ત્યારે તેઓની પાસે 330 રૂપિયા ની માંગણી કરવામાં આવી જ્યારે બિલ બનાવનાર એ રૂપિયા 270 નું બિલ લખતા હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી જયેશભાઈ વાંધો ઉઠાવતા ખાતર ની દુકાન ના માલિકે જણાવ્યું કે ખાતરની સાથે તમને દવાની બાટલી આપવામાં આવે છે તેના પૈસા છે જેથી ખેડૂતો વધારવાની દવા ની કોઈ જરૂર નથી કેમકે હતા તમને ખાતર પણ નહીં મળે અને બિલ પણ નહીં મળે એમ કહીને ખાતર ડેપો વાળા એ દાદાગીરી કરી હતી જેથી ખેડૂતે અન્ય ખેડૂતો સાથે મળીને કાલોલના મામલતદારને ફરિયાદ કરતાં મામલતદાર દ્વારા લેખિતમાં અરજી માંગવામાં આવી જેથી ખેડૂતોએ એક લેખિતમાં અરજી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ ભાવ વધવાની બાબત ધ્યાનમાં આવતા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલું તેમ છતા પણ ખાનગી ખાતરના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે સરકારી ડેપો માં આવી કોઈ દવા આપવામાં આવતી નથી જ્યારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ આ ખાનગી ખાતર ડેપો ના માલિક દ્વારા જાણે કે ખેડૂતોને લૂંટવાનો પરવાનો મેળવી લીધો હોય તે રીતે વર્તન થતાં આશ્ચર્ય સર્જાયું છે આ બાબતે કાલોલના નાયબ મામલતદાર નો સંપર્ક કરતા તેઓએ આ બાબત ગોધરા ખાતે કવોલેટી કંટ્રોલ વિભાગને મોકલી આપી હોવાનું જણાવેલ છે અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગ ટૂંક સમયમાં કાલોલ ખાતે પહોંચનાર હોવાનું જણાવેલ તેમ છતાં પણ બપોર સુધી સંબંધિત કોઈ અધિકારી કાલોલ ખાતે આવ્યા હોવાનું જણાયું નથી અને જીલ્લા ના ખેતીવાડી અધિકારી ઓકોરોના નું બહાનુ કાઢી વાયદા કરતા જોવા મળ્યા હતા.ચોંકાવનારી હકીકત એ છે કે ગોધરાથી એક ચોક્કસ વિભાગના અધિકારી દ્વારા રામદેવ ડેપોના કર્તા હર્તા ને ગોધરા ખાતે પોતાની ઓફિસમાં આવી મળી જવાની સૂચનાઓ થતા અધિકારીઓની સાઠગાંઠ હોવાનું માનવાને કારણ બની રહે છે સદરહુ વેપારી ના કાલોલ તથા કાલોલ બહાર સંખ્યાબંધ ખાતરના ડેપો આવેલા છે તથા નામાંકિત બ્રાન્ડના ખાતર ની જગ્યાએ ભળતું ખાતર ભેળસેળ કરીને બજારમાં વેચી રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જગતના તાત કે જે સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરે છે તેવા ખેડૂતોને ભેળસેળ યુક્ત ખાતર અને તે પણ વધારે પૈસા લઈને ખાતર વેચવાનો પરવાનો આવા વેપારીઓ ને કેવી રીતે મળી ગયો તે તપાસનો વિષય છે કાલોલ તથા કાલોલ આજુબાજુ આવા કેટલા વેપારીઓ છે તેની તંત્ર ધ્વારા નિષ્પક્ષ અને સધન તપાસ થાય તો પણ ઘણી બધી હકીકત તો સ્પષ્ટ થાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here