કાલોલ માટે માથાનો દુખાવો બની ગયેલ ભાથીજી મંદિર વિસ્તારનાં દબાણો જૈસે થે ની અવસ્થામાં !

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વધુ એક વખત સ્થાપિત થતાં પાલિકા વહીવટી તંત્ર સાથે સ્થાનિક પોલીસની લાપરવાહી સામે આવી છે.

કાલોલ નગરના મુખ્ય પ્રવેશ દ્વારોના ત્રિભેટે આવેલા ભાથીજી મંદિર અને પોસ્ટ ઓફિસ નજીકના વિસ્તારોમાં શાકભાજી અને અન્ય લારીઓ વાળાએ પાછલા એક દાયકા જેટલા સમયથી ગેરકાયદેસર અડિંગો જમાવી દેતાં અત્રેના વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક નાગરિકોને ટ્રાફિક સહિતની પારાવાર મુશ્કેલીઑ નો સામનો કરવો પડી રહ્યો છે. સદર બાબતે સ્થાનિકો દ્વારા તત્કાલીન ગૃહ વિભાગ નાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ પાંચ વર્ષ અગાઉ ગોધરા ખાતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા લીલીઝંડી આપી હતી આ ઉપરાંત જાહેર નગર સેવકો, પાલિકા વહીવટી તંત્ર અને પોલીસ સમેત તત્કાલીન ધારાસભ્યોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામો નહી આવતા ફરીથી એક વખત વર્તમાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમક્ષ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જે અંગે તેઓ દ્વારા તાત્કાલિક અસરથી દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવા પાલિકા, પોલીસ અને મામલતદાર કાલોલને સ્પષ્ટ આદેશો અને સૂચનો કરતા હરકતમાં આવેલા કાલોલ પોલીસે ત્વરિત કામગીરી ના ભાગરૂપે ટ્રાફિક ને નડતરરૂપ શાકભાજી અને અન્ય લારીઓ હટાવી રસ્તાઓ ખુલ્લા કરતા સ્થાનિકોએ રાહતની લાગણી અનુભવી હતી. પરંતુ આ વિસ્તાર મા લારીઓ પુનઃ મુકી દેવામા આવે છે અને રાહદારીઓ ને ભારે પરેશાની વેઠવી પડે છે. ધારાસભ્ય ની દરમિયાનગીરી બાદ રાહતની સ્થિતિઓ મધ્યે પોલીસે જ કામગીરીમાં ગાળિયો કાઢતા પૂર્વવત સમસ્યાઓ ના મામલે જૈસે થે ની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ત્યારે જાગૃત નાગરિકો તરફથી વધુ એક વખત રજૂઆતોનો દૌર શરૂ થયો હતો જેમા કાલોલ નગરપાલીકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ નડતરરૂપ દબાણો હટાવવાના મુદ્દે નક્કર કાર્યવાહી કરવાના મુડમાં હતા અને તે માટે તેઓએ કાલોલ નગરમાં સ્થળ તપાસ કરી દબાણકારોને જરૂરી સુચનાઓ આપી હતી ત્યારે પોલિસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હોવાનુ જણાવી મંજૂરી મળ્યા બાદ બંદોબસ્ત આપવામા આવશે તેવી માહીતી પાલિકાના સતાધીશો પાસેથી મળી છે ઉપરોક્ત તમામ સત્તાવાળા ઓ તરફથી રજૂઆતકર્તાઓ ને ખો આપવામાં આવી રહી છે. એક તરફ પાલિકા સત્તાધીશોએ પોલિસ મંજૂરી નાં નામે મૌન ધારણ કરી લીધું છે તો બીજી તરફ સ્થાનિક પોલીસ ઉપરી અધિકારીની મંજૂરીનું કારણ આગળ ધરી કામગીરી માટે અસર્મરથતા દર્શાવી છે. હાલ તમામ લારીઓનેં સમાવી શકાય તેવી હંગામી જગ્યાઓ હોવા છતાં આ મામલે સૌથી વધુ જવાબદાર પાલિકા વહીવટી તંત્ર પંચાયત ધારાની કલમ ૨૦૭ ની આડમાં સંતાઈ રહ્યું છે.તે સંજોગોમાં વર્તમાન સ્થિતિએ ગણનામાત્ર લારીધારકોની સગવડો સાચવવા ૩૬ હજાર ઉપરાંતના નગરજનોની સવલતો નજર અંદાજ કરવા સબબ પાલિકા સત્તાધીશો સામે સવાલીયા નિશાનો ઊભા થયા છે.
*બોક્સ
ધારાસભ્ય કક્ષાએથી છૂટેલા આદેશો બાદ હરકતમાં આવેલ કાલોલ પોલીસે ગણતરીની મિનિટોમાં જ જે તે વિસ્તારના દબાણો હટાવી અસરકારક કામગીરી કરી હતી તે વેળાની ફાઈલ તસ્વીર.અને હાલ આ જ કામગીરી માટે પોલીસ મંજૂરીનું બહાનું આગળ ધરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here