કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આજરોજ તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ગુરુજનો તેમજ વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા વિશે વક્તવ્યો રજૂ કર્યાં હતાં તેમજ તમામ બાળકોએ ગુરૂજીઓ નું પૂજન કરી આશિષ લીધા હતા અને શાળાના આચાર્ય એ બાળકોને આજના દિવસે માતા પિતા ગુરુજી અને વડીલોના માન સન્માન જાળવવા તેમજ નિયમિતતા સફાઈ અને આપણી ધરોહરની જાળવણી અંગે એમની ફરજો વિશે જાગૃતિ કેળવવા કટિબદ્ધ બનવા શપથ લેવડાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here