કાલોલ પોલીસે રવિવારે એક જ વિસ્તારના ચાર મકાનોમાં મહિલાઓ દ્વારા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દેશી દારૂ બનાવવા માટે ગોળ અને મસાલા નાખી તૈયાર કરેલો ૫૮૦ લી. જેટલો ઠંડો ગરમ વોશ સ્થળ ઉપર નાશ કરતી કાલોલ પોલીસ

કાલોલ પોલીસ દ્વારા મધવાસ ગામ નજીક આવેલ રાજપૂતા ના સ્ટીલ કંપની ની બાજુમાં હાથ બનાવટની દેશી દારૂ ગાળી સંગ્રહ કરી વેચાણ કરતી ધમધમતી ચાર ભઠ્ઠીઓ ઝડપી પાડી તમામ ભઠ્ઠીઓમાં સંચાલક તરીકે મહિલાઓ હોવાનું બહાર આવેલ બનાવની વિગતો મુજબ રવિવારે સાંજના સુમારે કાલોલ પોલીસે બાતમીના આધારે એક પછી એક એમ ચાર રહેણાંક મકાનોમાં રેડ કરી હાથ બનાવટની દેશી દારૂની ભઠ્ઠી કેજે ભોંયતળિયે લીપણ કરી ઈટો ગોઠવી ચોરસ ચુલો બનાવી તેમાં લાકડા સળગાવી એલ્યુમિનિયમનુ મોટું બુગેડું મૂકી તેના ઉપર જાતોનું ચાટવા વાળુ એલ્યુમિનિયમનુ તપેલું મૂકી તેના ઉપર બીજું તપેલું પાણી ભરેલું મૂકી ભઠ્ઠી ચાલુ કરી ચાટવાવાળા તપેલામાં કાણું પાડી પ્લાસ્ટિકની પાઇપ વડે ભઠ્ઠીમાં થી દેશી દારૂ પ્લાસ્ટિકના કેનમાં ભેગો કરતા રંગે હાથે ઝડપી પાડયા પોલીસે સ્થળ ઉપર ૫૮૦ લી. જેટલો દારૂ બનાવવા માટે તૈયાર કરેલો વોશનો નાશ કરેલો તથા 4 ભઠ્ઠીઓ માંથી ૧૦૨ લીટર દેશીદારૂ સહિત રૂ ૩,૨૦૦/નો મુદ્દામાલ ઝડપી પાડયો. પકડી પાડેલ ચાર મહિલાઓ (૧) સીતાબેન અમરસિંહ હિંમતસિંહ સીકલીગર (૨) સુશીલાબેન ઇશ્વરભાઇ મયજીભાઈ શિકલીગર (૩) ઈન્દુબેન કિરણભાઈ મનુભાઈ શિકલીગર (૪) સુધાબેન મયજીભાઈ મંગળભાઈ શિકલીગર તમામ રે રાજપૂતાના કંપની ની બાજુમાં મધવાસ તાલુકો કાલોલ ની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માર્ગદર્શન મુજબ કોવિડ 19 નો ટેસ્ટ કરાવવા માટે પોલીસ નિગરાનીમાં રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here