કાલોલના ફતેસિંહ ચૌહાણની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા શુભેચ્છા મુલાકાત. વહીવટી પ્રશ્નોની ચર્ચા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

રવિવાર ના રોજ 127- કાલોલ વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાતન તેઓના નિવાસસ્થાન ગુંદી ગામે કરવામાં આવી.જેમાં મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ, સંગઠન મંત્રી જનકસિંહ રાઠોડ,સહ મંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર તથા જિલ્લા ના હોદ્દેદારોમાં કિરણભાઈ, સુરેશભાઈ,અજીતસિંહ, ભલાભાઈ સર્વે ઉપસ્થિત રહેલ હતા.તમામ કાર્યકર્તા દ્વારા ધારાસભ્ય નું શાલ,પુસ્તક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરી , કાલોલ તાલુકાના શિક્ષણ ના વિકાસ માટે ચર્ચા ઓ કરવામાં આવી.અને સાથે સાથે શિક્ષકો ના વહીવટી પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી.ધારાસભ્ય દ્વારા ટુક સમયમાં તાલુકા ના શિક્ષકોની શિક્ષણ ચિંતન શિબિર યોજવા બાબતે જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here