કાલોલ નગરપાલિકા દ્વારા લારી ગલ્લા સહિતના દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરાયાં

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય દિવસથી કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ સુચના અનુસાર ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત કાલોલ નગરના જાહેર રસ્તાઓ સહિતના જાહેર સ્થળો તેમજ વિવિધ સ્થળો સહિત કેટલીક ફૂટપાથ ઉપર લારી ગલ્લા વાળા દ્વારા ગેરકાયદે દબાણો પર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આવા ગેરકાયદેસર દબાણો ધરાવતા ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગતરોજ કાલોલ ગોહ્યા બજાર તથા ભાથીજી મંદિર બસ સ્ટેન્ડ રોડ સહિત ગોધરા-વડોદરા હાઇવે રોડ પરના વિવિધ સ્થળો તેમજ વિવિધ લારી ગલ્લા સહિતના દબાણો નગર પાલિકાની ટીમ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલની આગેવાની હેઠળ ખસેડવામાં આવ્યા છે જે અંતર્ગત શનિવારના રોજ મોડી સાંજે કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ સાથે પાલીકા સ્ટાફ દ્વારા આ જગ્યાને ખુલ્લી કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here