કાલોલ નગરના હાઇવે ઉપરના દબાણો દૂર કરતા લોકો નો રોષ! ગામના કાયમી દબાણો દુર કરવા માંગ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભાથીજી મંદિર અને પોસ્ટ ઓફીસ ના નડતરરૂપ દબાણો કેમ દુર કરતા નથી તેવો પ્રો.એસડીએમ ને પ્રશ્ન

કાલોલ નગરમાં શુક્રવારે સવારે 11:00 કલાકે પ્રોબેશન ઉપર કાલોલ ખાતે મુકાયેલા પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી ની અધ્યક્ષતામાં કાલોલ પોલીસ સ્ટાફ તેમજ આ દબાણો હટાવવા માટે સ્પેશિયલ મૂકવામાં આવેલ પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ કાલોલ ખાતે ફરજ બજાવતા પ્રો ડીવાયએસપી અને નગરપાલીકા સ્ટાફ તેમજ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ ની હાજરીમા કાલોલ ની અંબિકા સોસાયટી થી બોરુ રોડ સુધીના હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અંબિકા સોસાયટી નું નામ દર્શાવતું બોર્ડ કે જે કોઈપણ રીતે નડતરરૂપ ન હોતું તેમ છતાં આ બોર્ડને હટાવવાની કામગીરી કરવામાં આવતા સોસાયટીના રહીશો અને આગેવાનો દ્વારા કાલોલ ના ભાથીજી મંદિર તેમજ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં માથાનો દુખાવો બની ગયેલા કાયમી દબાણો કયા કારણે દૂર કરવામાં આવતા નથી અને આ દબાણો ક્યારે દૂર કરશો તેવા ધારદાર પ્રશ્નો નો મારો ચલાવી વાતાવરણ મા ગરમાવો લાવી દીધેલો જેનો જવાબમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા દર અઠવાડિયું દબાણ હટાવવાની કામગીરી ચાલશે તમે ભાથીજી મંદિર બાબતના દબાણની અરજી નગરપાલિકાને આપી દો તેવી વાત કરતા વાતાવરણ ઓર ગરમાયુ હતુ રોડ ઉપર નાં મુખ્યમંત્રી ના મોટા મોટા હોર્ડિંગ પણ દુર કરો તેવી સ્થાનિકો એ રજુઆત કરી હતી. ફૂટપાથ ઉપર મુકાયેલ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઘણી બધી લારીના માલિકો પોતાના જાતે દબાણ દૂર કરતા જોવા મળેલા અને જે લારી ગલ્લાના માલિકો હાજર નહોતા તેવા લારી ગલ્લા તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા. દબાણ રૂપ બનતા હોર્ડીંગ,જાહેરાત ના બોર્ડ તેમજ સરનામું આપતા સાઈન બોર્ડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં કેટલાક ગેરેજ,એડવોકેટ, ઝેરોક્ષ,ના નામો વાળા બોર્ડ પણ ઉખાડી નાખવામાં આવ્યા હતા દુકાનની આગળ શેડ બનાવી દબાણ કરતા દુકાનદારો નાં આવા શેડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ લાઈન પાસે એક ગલ્લો જેસીબી થી તોડી પાડવામાં આવ્યો હતો અને એક પાર્લર નો દબાણ વાળો શેડ દુર કરવામાં આવેલ પેટ્રોલ પંપ પાસે ઉભા રહેતા ટેમ્પા ના માલિકો ને સ્થળ ઉપર જ મેમો આપી ટેમ્પા દીઠ રૂ ૫૦૦/ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.કાલોલ તાલુકા પંચાયત પાસે ઉભી રહેતી સંખ્યાબંધ લારી ના લારી માલિકોએ પોતાની જાતે પોતાની લારીઓ ખસેડી લીધી હતી કાલોલ મા દબાણો દુર કરવા ની માહિતી મળતાની સાથે જ કાલોલના ભાથીજી મંદિરના દબાણ આપો આપ દૂર થઈ ગયા હતા અને આખો રસ્તો સાફ જોવા મળેલ આ ઉપરાંત પોસ્ટ ઓફિસ પાસે ઉભી રહેતી લારીના લારી માલિકો દ્વારા પણ પોતાની લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ મળીને કાલોલ નગરમાં આજરોજ હાઇવે ઉપરના દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલી અને હાઇવે ઉપર આવેલી સોસાયટીના નામ વાળા બોર્ડ અને દુકાનો નાં શેડ દૂર કરતા બીજા વિસ્તારોમાં ટ્રાફિક ને નડતર રૂપ દબાણ કેમ દૂર નથી કરાતા તેવા વેધક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કોઈક અગમ્ય કારણોસર બપોરે ૨:૩૦ કલાકે નવા બંધાઈ રહેલ કોર્ટ ની બિલ્ડિંગ થી આગળ ના દબાણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જેથી બોરૂ રોડ સુઘી ના દબાણો હટાવવા ની વાત ફારસરૂપ સાબિત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here