કાલોલ તાલુકામાં કાર ચાલક ઉપર હુમલો કરી કારને નુકશાન કરી જાતી વિષયક અપમાન કરતા ૮ સામે ફરીયાદ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના રામનાથ ગામે રહેતા ડાહ્યાભાઈ જેસિંગભાઇ વણકરે નોંધાવેલી ફરિયાદ ની વિગતો મુજબ ગત તા ૨૧/૦૭/૨૨ નાં રોજ સાંજના સમયે નીલગીરીનાં વેચાણ સાથે સંકળાયેલો તેઓનો પુત્ર વિક્રમ પોતાની એસ્યુવી કાર લઈને નેવરિયા ગામે મજૂરોને પૈસા આપવા માટે જતો હતો ત્યારે રતનપુરા થી નેવારિયા જવાના રસ્તે સામેથી પૂરઝડપે મોટરસાયકલ આવતા કારની ડ્રાઈવર સાઇડે અથડાયો હતો અને ને વ્યક્તિ નીચે પડી ગયેલ વિક્રમે કારમાંથી તેને નીચે ઉતારી દવાખાને લઈ જવાની તૈયારી કરતો હતો ત્યારે નજીકમાંથી પાંચ થી સાત માણસો આવેલા અને ગંદી ગાળો બોલી બે ઈસમો એ વિક્રમને પકડી રાખેલ માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારી જાતિ વિષયક અપમાંન કરી બેભાન અવસ્થામાં કચરામાં ફેંકી દીધો હતો. મોટરસાયકલ ચાલકના સાત થી આઠ સગા આવી વિક્રમ તથા મોટરસાયકલ ચાલક ને દવાખાને લઈ ગયા હતા જ્યા પણ જાતિ વિષયક અપમાન કરી લાતોથી માર મારેલ કાલોલ રેફરલ હોસ્પિટલ થી વડોદરા લઈ જવાનું કહેતા સિવિલ હોસ્પિટલ વડોદરા લઈ જતા વિક્રમ ને કમરમાં આઠ મણકા માં નુકશાન હોવાનો રિપોર્ટ આપી વધુ સારવાર માટે અમદાવાદ જવાનું કહેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ વધુ સારવાર માટે તા ૧૨/૦૮ નાં રોજ લઈ ગયા હતા કમરમાં મણકાની ઈજા ને કારણે વિક્રમ ઊભો થઈ શકતો નથી અને પથારીવશ રહે છે.આ બાબતની જાણ તથા તેના પર હુમલો કરનાર નાં નામો ની જાણ તેના પિતા ફરિયાદી ડાહ્યાભાઈ ને થતા તેના પિતા દ્વારા કાલોલ પોલીસ મથકે કુલ આઠ ઈસમો સામે વિક્રમને માર મારી જાતિ વિષયક અપમાન કરી વિક્રમ ની કાર માંથી મ્યુઝિક સિસ્ટમ ની ચોરી કરી કાર ની તોડફોડ બદલ ફરીયાદ નોંધાવતા પોલીસે બાકરોલ ગામના ચાર ઈસમો, રતનપુરા ગામના બે ઈસમો અને આકલિયા ગામના બે મળી કુલ આઠ ઈસમો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ સી,એસ ટી સેલ દ્વારા શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here