રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
સીસીટીવી માં ચોર ચોરી કરતા સ્પષ્ટ રીતે દેખાયો પોલિસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતે આવેલી શ્રી રામ કોરી માંથી ચોરી થતા માલિકે પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર અજીતકુમાર કાન્તીલાલ અગ્રવાલ,રહે.ગરૂડેશ્વર મેઇન બજાર તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમની શ્રીરામ ક્વોરી વર્કસમાં એક વાદળી કલર નો શર્ટ તથા ભુરા કલર નો પેન્ટ પહેરેલ પાતળા બાંધાનો ઇસમ રાતના સમયે અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રીક રૂમનું તાળુ તોડી અંદર મુકેલ વેલ્ડીંગ મશીનનો કેબલ વાયર,એક હેલોજન, એક કેમેરો,ક્વોરીમાથી પથ્થર તોડવાના મશીનમાંથી હાફશીટ તથા પથ્થર તોડવાના મશીનમાંથી ટોગલપીન મળી કુલ કી.રૂ. ૮૮,૧૫૫/- ની ચોરી કરી કરી લઈ જતા તિલકવાડા પોલીસે બે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.
જોકે કોરીમાં મુકેલા ત્યાંના સીસીટીવી કેમેરા માં ચોરી કરનાર યુવાન કેદ થયો છે, અને સ્પષ્ટ પણે કેમેરા મા ઝડપાયો હતો જેથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહી ચોર ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.