કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા ખાતે PM મોદીના 72માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન માં ૭૦ બસ બાદ વિલુપ્ત થઈ ગયેલ ચિત્તાઓને છોડી ચિત્તાઓની વચ્ચે ઉજવી રહ્યા છે ત્યારે બોરુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ ની સહભાગીતાથી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સેવા પખવાડા’ની ઉજવણી નું આયોજન કરી “સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ”,” પ્લાસ્ટિક મુક્ત શાળા, પ્લાસ્ટિક મુક્ત ગામ”, બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, શાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચયની યોજના, જાંબુના 75 સીડબોલ નું નિર્માણ અને શ્રમદાન થકી નદી કિનારે 75 વૃક્ષોનું વૃક્ષારોપણ અને જતન કરવાના વિવિધ સંકલ્પોથી સંકલ્પ બધ્ધ થયા હતા. શાળાના મુખ્ય શિક્ષક ગવર્નર જોશી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર અને પ્રેરક પ્રસંગો વર્ણવીને બાળકોને અવગત કર્યા હતા. આ તબક્કે ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર રમેશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોને કેક આપી મોં મીઠું કરાવ્યું હતું. ઉપસ્થિત ગામના અગ્રણી શકીલભાઈ પંચાયત સભ્યો એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રધાનમંત્રીશ્રીના નિરોગી જીવન અને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here