શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલ આસુંદરિયા ગામના એક ખેતરમાં મગર દેખાતા વનવિભાગની ટિમે સતત ૨ કલાક સુધી રેસ્ક્યુ કરી પકડી પાડ્યો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલ આસુંદરિયા ગામના પગી ફળીયામાં રહેતા વજાભાઈ પગીના ખેતરમાં મગર જોવા મળતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો,જેને લઈને સ્થાનિક રહીશોએ આ અંગેની જાણ શહેરા વનવિભાગને કરતા વનવિભાગની ટીમે સ્થળ પર આવીને મગરને પકડવા માટે રેસ્ક્યુ કર્યું હતું,જોકે ૨ કલાકની ભારે જહેમત બાદ વનવિભાગની ટીમને અંદાજે ૭ થી ૮ ફૂટ લાંબા મગરને પકડવામાં સફળતા મળી હતી,અને આ પકડાયેલા મગરને વનવિભાગની ટીમ દ્વારા પાનમ ડેમમાં છોડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here