કાલોલ : એસટી સ્ટેશન સહીત અનેક સ્થળોએ વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરવામાં  આવ્યો… દરેક કેમ્પને ચોકકસ ટાર્ગેટ અપાયા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજે પ્રથમ અને બીજા ડોઝની રસી આપવા મહાઝુંબેશ

કાલોલ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સીનેશનનુ મેગા કેમ્પનુ આયોજન એસ.ટી સ્ટેશન આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળોએ વેકસીનેશન કામગીરીનો ધમધમાટ પ્રદર્શન રહ્યું.દરેક કેમ્પને ચોકકસ ટાર્ગેટ અપાયા લોકોમાં વેકસીન લેવા ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને આજે કાલોલ મથકના તમામ સ્થળે મેગા વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેકસીનેશનમાં 18 પ્લસથી માંડી સીનીયર સીટીઝનોને રસી આપવામાં આવી હતી .બસ સ્ટેન્ડ, ઓફિસો, અને આરોગ્ય સેન્ટરોમાં આજે વેકસીનેશન કામગીરી ધમધમતી જોવા મળી હતી. સવારથી મોટી સંખ્યામાં વેકસીનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને અનેક સ્થળોએ મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાલોલના તમામ વોર્ડ ઓફિસ,એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહેલી સવારથી જ રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે રાષ્ટ્ર વ્યાપી વક્સીનેશન મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ જગ્યાઓ પર કેમ્પ ચાલી રહ્યા છે. આ ઉપરાંત પોતાની રોજગારીના સતત વ્યસ્ત શેડયુલ માં રહેતા લોકો માટે શહેરની અલગ અલગ જગ્યાએથી હાઉસ ટુ હાઉસ વેક્સીનેશન નું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી વધુમાં વધુ લોકોને વેક્સીન અંગેની ગેરમાન્યતા દુર કરવા અને વેક્સીન લેવા માટે પ્રોત્સાહીત કરી શકાય આ આયોજન નો હેતુ સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ આયોજનથી વધુમાં વધુ લોકોને વેક્સીનેશન દ્વારા કોરોના સામે સુરક્ષિત કરવાનો છે.આયોજનના ભાગરૂપે વેક્સીનેશન નો સમય સવારે 7 વાગ્યા થી સાંજે મોડે સુધી કરવામાં આવેલ છે જેથી સમાજના દરેક વર્ગના લોકો કે જે પોતાના દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્તતાને લીધે વેક્સીન લેવા અસમર્થ છે તેઓ સમય લઇ વેક્સીનેશનના આ મહાઅભિયાનમાં ભાગરૂપ બની શકે તેમજ કાલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશન કેમ્પ,તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here