કાલોલ ઉર્દુ પ્રા.શાળા માં વાર્ષિક મહોત્સવ ની સાથે ધો.૮ ના બાળકો નો વિદાય સમારંભ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર સ્થિત ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણને અસરકારક બનાવવા ઉદ્દેશ અને અમલીકરણના ભાગરૂપે ઉર્દુ શાળામાં વર્ષ દરમિયાન બાળકોના સર્વાગી વિકાસ અર્થે કરેલ કામગીરીની ઝાંખી કરાવતો વાર્ષિકોત્સવ સાથે ધોરણ ૮ ના બાળકો ના વિદાય સમારંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.જેમાં મુસ્લિમ સમાજના આલીમો સાથે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના વડીલો,ભૂતપૂર્વ વિધાર્થીઓ વાલીઓ,માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર, સી.આર.સી.કો.ઓ.નરેન્દ્રભા તથા ઉર્દૂ શાળાના આચાર્ય મહેન્દ્રભાઇ સહિત શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાન અને ગામ માંથી ખૂબ જ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં શાળાના ધો.૧ થી લઈને ધો.૮ સુધીના તમામ બાળકો એ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષા અને દેશભક્તિ ના ગીત રજૂ કરેલ હતા. કાર્યક્રમનાં અંતે શાળા ના મદદનીશ શિક્ષક કાસીમભાઇ આલમ એ શાળા એ કરેલ વર્ષ દરમ્યાન ની તમામ પ્રવૃતિઓ થી તમામ ને અહેવાલ સાથે વાકેફ કરેલ હતા .એક ખાનગી શાળા ને પણ શરમાવે એ પ્રકારની શાળા ની ઉત્કૃષ્ટ કામગીરી ને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તમામ સ્ટાફનો હ્રદયથી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here