કાલોલમા અઢાર વર્ષના લગ્ન જીવન બાદ શારીરિક માનસિક ત્રાસ આપી ટ્રીપલ તલાક આપતા પતિ સામે ફરીયાદ

કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નાં સડક ફળિયામાં રહેતી રોશનબાનુ તે હનીફ ઈસુબ સુબન ની દીકરી અને રઝાક ઉમર કાનોડિયા ની પત્ની દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની મુખ્ય વિગતો જોતા તેઓનુ લગ્ન જ્ઞાતિ ના રીવાજ મુજબ આજથી અઢાર વર્ષ અગાઉ રઝાક ઉમર કાનોડીયા રે. કાશીમાબદ સોસાયટી મુ.કાલોલ સાથે થયેલ લગ્ન જીવન દરમ્યાન તેઓને એક પુત્રી જે હાલ અગીયાર વર્ષ ની થયેલ છે અને એક પુત્ર જે હાલ પાંચ વર્ષ નો છે જે બન્ને હાલ પરિણીતા સાથે રહે છે આ ઉપરાંત અન્ય બે સંતાનો ને જન્મ આપેલ જે પૈકી એક પુત્રી જન્મ થી જ દિવ્યાંગ હોઈ છ વર્ષ બાદ મરણ પામેલ તથા એક પુત્ર જેને હદય નાં વાલ ની બીમારી હોય જન્મ બાદ છ માસના ગાળામાં મરણ પામેલ લગ્ન નાં બારેક વર્ષ સારી રીતે રાખ્યા બાદ ગત ૨૦૨૧ બાદ પતી દ્વારા મારજુડ કરવા અને ગંદી બીભત્સ ગાળો બોલી ત્રાસ આપવામાં આવતો જેની જાણ પિયરમાં પોતાના માબાપ અને ભાઈઓને કરેલી પણ પોતાનુ લગ્ન જીવન ટકાવવા માટે ત્રાસ સહન કરી ને પણ સાસરીમાં રહેતી હતી દરમ્યાન તેનો પતી નજીવી બાબતે ઝગડો તકરાર કરી અવારનવાર ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતો હતો જે સમયે પરણિતાની દીકરીને આંખમાં તકલીફ થતા પતિને દવા સારવાર માટે વારંવાર કહેવા છતા સારવાર કરાવેલ નહી ગત તા ૨૬/૦૯/૨૨ નાં રોજ પરણીતા તેણીના પિતા ને ઘરે હતી તે સમયે તેણીના પતિ એ રજીસ્ટર ટપાલથી નોટિસ મોકલી આપી હતી જે નોટિસ તેણીને ઘરે બોલાવવા માટે હતી ત્યારે સગાવહાલા અને સમાજના અગ્રણીઓ ની સાથે પરણિતાને સાસરીમાં મુકવા ગયેલ પરંતુ તેણીના પતિ અને સાસુ સસરા એ ઘરમા પેસવા દીધેલ નહિ તા ૦૬/૧૨/૨૨ નાં રોજ તેના પતી રઝાક દ્વારા લેખીત નોટિસ મળેલ જેમા લેખીત માં તલાક આપવામા આવ્યા હતા જે તલાક નાં કાગળમાં પતી અને બે સાક્ષીઓ ની સહી કરેલી હતી તદુપરાંત તા ૧૮/૦૧/૨૩ નાં રોજ પરણીતા તેના ઘરે હાજર હતી ત્યારે તેના ભાઈની હાજરીમા સવારે અગીયાર કલાકે તેના પતી રઝાક ઉમર કાનોડિયાં દ્વારા બે વાર તલાક તલાક બોલી ને તલાક બોલી મારે હવે તારી સાથે કોઇ સંબંધ રહેતો નથી એમ કહીને જતા રહેલ જે બાબતે પરણીતા ની ફરીયાદ આધારે કાલોલ પોલીસે રઝાક ઉમર કાનોડિયા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને ધાક ધમકી ની કલમો સહિત મુસ્લીમ મહિલા (લગ્ન ઉપર અધીકારો નુ રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here