કાલોલની સ્મશાનભૂમિમાં પુનઃ સક્રિય થતાં ખનન માફિયાઓ…તંત્ર દ્વારા નક્કર કાર્યવાહીની લોકમાંગ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એકાદ બે કેસ કરી સ્થાનિક વહીવટી તંત્ર પોતાના હાથ ખંખેરી લે છે. રજૂઆત કરનારને ખનીજ વિભાગમાં જવા સૂચન કરવામાં આવે છે

કાલોલની ગોમા નદીની રેતી બાંધકામ ક્ષેત્ર માટે જગવિખ્યાત છે. કાલોલ તાલુકામાંથી આ રેતી કાયદેસર રીતે અને ગેરકાયદસર રીતે પ્લાસ્ટિક ની બેગોમાં ભરીને છેક મુંબઈ સુધી પહોચે છે. કાલોલ નગરમાં નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિની આસપાસ સોના જેવી રેતી નીકળતી હોવાથી આ વિસ્તાર ખનન માફિયાઓ માટે હોટ ફેવરિટ રહ્યો છે ગત વર્ષે આ વિસ્તારમાંથી આડેધડ રેતીનું ખનન થતા સ્મશાન ભૂમિ ઉપર સંકટનાં વાદળો ઘેરાઇ ગયા હતા અને સ્મશાન ભુમિની જમીન બેસી જાય તેવી સ્થિતિ સર્જાતા જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી હતી પરિણામે જિલ્લા કલેકટરના આદેશ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્મશાન ભૂમિની આસપાસ જીપીએસ સિસ્ટમ દ્વારા માપણી કરવામાં આવી હતી અને જાગૃત નાગરિકોના જવાબ પંચકેસ કરવામાં આવ્યા હતા ત્યારબાદ લાંબા સમય સુધી આ વિસ્તારમાં ખનન બંધ રહ્યું હતું પરંતુ હાલ ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ગોમા નદીના કિનારે ના ડેમો છલકાઈ જતા નવી રેતી ની આવક થવાથી ખનન માફિયાઓ ઉત્સાહમાં આવી ગયા છે. પરંતુ હાલમાં નદીમાં ખનન કરવા જઈ શકાય તેમ ન હોવાથી આ જાણીતા ખનન માફિયાઓએ સ્મશાનભૂમિ ની આસપાસ પોતાના ડેરા-તંબૂ નાખ્યા છે અને કાલોલ સ્મશાનભૂમિ ની આસપાસ રેતી કાઢીને ટ્રેક્ટરો અને ગધેડા મારફતે રેતી ચોરી કરવાનું ફરીવાર ચાલુ કર્યું છે. આજ સોમવાર ના રોજ રેતી ચોરી કરીને જતુ એક ટ્રેક્ટર રસ્તા વચ્ચે ફસાઇ જતા ખાસી મહેનત કરીને ખનન માફિયાઓ દ્વારા આ ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ અગાઉ લેખિત રજૂઆતો કર્યા બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી આ ખનન માફિયા ઉપર થઈ ન હોવાથી તેઓ ની હિંમત ખુલી ગઈ છે અને સ્મશાન ભૂમિ ની આસપાસ થી રેતીનું ખનન કરવા મોટા ખાડા પાડવા થી સ્મશાન ભૂમિ ની જમીન નું ધોવાણ ફરીવાર શરૂ થઈ ગયું છે જો આ ખનન અટકાવવામાં નહીં આવે તો સ્મશાન ભૂમિ ની જમીન બેસી જાય તેવી સંભાવનાઓ પણ છે તેથી સ્થાનિક અને જિલ્લાનું વહીવટીતંત્ર ગેરકાયદેસર
કરાતાં ખનન ઉપર નક્કર કાર્યવાહી દ્વારા અંકુશ લગાવે તેવી લોક માંગ ઉઠી છે.જોકે સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે ખાણ ખનીજ વિભાગ ને ખો આપતું જોવા મળે છે અને એકલ દોકલ ટ્રેકટર પકડી પોતાની ફરજ બજાવ્યા નો સંતોષ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here