રબારી,ભરવાડ, ચારણને ખોટા આદિજાતિના પ્રમાણપત્રો આપવાનો મુદ્દો ફરી એકવાર ચમકયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બી ટી પી ના મહિલા નર્મદા જીલ્લા પ્રમુખ શબાનાબેન આરબની આગેવાનીમા નર્મદા કલેક્ટરને અપાયુ આવેદનપત્ર

રાજય સરકાર દ્વારા કેટલીક જાતિઓને આદિજાતિ હોવાના ખોટાં પ્રમાણપત્રો અપાયા હોવાનો મુદદો સમગ્ર રાજ્યમા ભારે ચર્ચાસ્પદ બનેલ છે, આદિવાસીઓ મા આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે , ત્યારે આગામી દિવસોમાં પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણીઓ આવતી હોય તેને વટાવવા અને રાજકીય મુદ્દો બનાવવા ભારતીય ટ્રાયબલ પાર્ટીએ આવેલ તકને ઝડપી પાડી ગુજરાતમા પાર્ટી દ્વારા વિવિધ સથળોએ આવેદનપત્રો આપી વિરોધ દર્શાવવામા આવ્યો હતો.

ગત રોજ નર્મદા કલેકટર મનોજ કોઠારીને RBC, રબારી, ચારણ, ભરવાડને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં તેઓને અપાયેલ પ્રમાણપત્રોને કેન્સલ કરવાની માંગ સહિત જો આ પ્રમાણપત્રોના આધારે નિયુક્તિઓ થઇ હોય તો તેને રદ કરવાની માંગ કરાઇ છે.

આખા ગુજરાતમાં ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા આવેદનપત્ર આપવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના સંદર્ભે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે પ્રસંગે વસાવા રવિન્દ્ર ભાઈ જિલ્લા BTP ઉપપ્રમુખ, શબાના બેન આરબ જિલ્લા પ્રમુખ મહિલા મોરચો, વિજય વસાવા નાંદોદ પ્રમુખ BTP, ગિરીશ ભાઈ બારીયા પ્રમુખ OBCમોરચો નાંદોદ, મિથુન ભાઈ વસાવા મહામંત્રી BTP નાંદોદ, મહેશ ભાઈ વસાવા સંગઠન મંત્રી BTP નાંદોદ, અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here