કાલોલની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી દાયણે નવજાત શિશુને રૂ. ૧૫ હજારમાં વેચી દેવાની ફરિયાદ નોંધાતા ચકચાર…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ ખાતે આવેલી એક ખાનગી પ્રસુતિ હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરનાર દાયણ મંજુલાબેન જેનું પૂરું નામ સરનામું ફરિયાદમાં લખાવેલ નથી તે મંજુલાબેન દ્વારા કોઈ અજાણી સ્ત્રી નું જન્મેલ નવજાત શિશુ કાલોલ તાલુકાના સુરેલી ગામના રીનાબેન પ્રવીણભાઈ પટેલ તથા પ્રવિણભાઇ ઉદેસિંહ પટેલ નામના ગરજવાન દંપતીને રૂપિયા 15000 માં ગેરકાયદેસર રીતે વેચાણ દત્તક આપી દેવાની ફરિયાદ નોંધાઇ છે .મળેલ માહિતી મુજબ સુરેલી નું સદર દંપતીને ત્રણ છોકરીઓ હતી જે હકીકત સદર દાયણ જાણતી હોવાથી સદર દાયણ તારીખ ૦૧/૦૯/૨૦૨૦ ના રોજ કોઈ અજાણી સ્ત્રીની પોતાના ઘરે અથવા તો અન્ય કોઇ સ્થળે કોઈ અન્ય નર્સ કે દાયણ ની મદદગારીથી ડીલીવરી કરાવી નવજાત બાળક નો નિકાલ કરવાના ભાગરૂપે બાળક ને પોતાની પાસે રાખી લઈને ગરજવાન દંપતીને દત્તક ના નામે વેચાણ આપી દીધેલ હોવાની કાલોલ પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે. સદર બાબતની નનામી અરજી બાળ સુરક્ષા કચેરી ગોધરા ને કરવામાં આવતા ગોધરાના બાળ સુરક્ષા વિભાગ દ્વારા તપાસ કરાવતા ઉપરોક્ત હકીકત સામે આવતા ગોધરાના બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પ્રવિણચંદ્ર પંચાલ દ્વારા કાલોલ પોલીસ મથકે (૧) અજાણી સ્ત્રી (નવજાત શિશુ ની માતા) (૨) મંજુલાબેન (દાયણ) (૩) રીનાબેન પ્રવીણભાઈ પટેલ (૪) પ્રવીણભાઈ ઉદેસિંહ પટેલ રે સુરેલી તા.કાલોલ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે કાલોલ પોલીસ દ્વારા ઈપીકો કલમ ૩૧૭,૧૧૪,૩૭૦ તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ની કલમ ૮૦ , ૮૧ મુજબ ગુનો નોંધી સિનિયર પીએસઆઇએમ.એલ. ડામોર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાતા આ સમગ્ર કાવતરામાં મુખ્ય સૂત્રધાર કોણ? ખાનગી હોસ્પિટલ ની ભૂમિકા, અજાણી સ્ત્રી કુંવારી માતા કે પછી અન્ય કોઈ કારણસર બાળક ત્યજી દીધું છે, અગાઉ પણ આવા કોઈ નવજાત શિશુઓના સોદા થયા છે કે કેમ તે તમામ હકીકતો ની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here