કાલોલના વેજલપુર ગામના સ્થાનિક લોકોની ગંદકી સહિત વિવિધ પ્રશ્નોને લઈને જીલ્લા કલેક્ટરમાં રજુઆત છતા પરિણામ શૂન્ય…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર ગ્રામ પંચાયત ના તાબા હેઠળ આવેલા ચમારવાસ ટેકરી પાસે રૂપારેલ નદી આવેલ છે અને જે નદી ના કિનારા ઉપર ઉર્દુ પ્રાથમિક શાળા પણ આવેલી છે જેમાં વેજલપુર ગ્રામ ના ૮૦૦ થી વધુ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અને આમ ત્યાંના સ્થાનિક બાળકો ને તે સ્કૂલ માં જવા માટે રૂપારેલ નદી પાર કરવાની થાય છે અને ચમારવાસ તેમજ ભોઈ વાડા માં રહેતા લોકો ને ચોમાસા માં તેમજ અન્ય દિવસો માં પણ અવર જવર કરવામાં તકલીફ પડે છે અને આમ નદી ના બંન્ને કિનારે બાળકો માટે કે અન્ય અવર જવર કરનાર રાહદારીઓ માટેની સુરક્ષા માટે કોઈ દીવાલ કે અન્ય કોઈ પણ જાતનું સુરક્ષા કવચ આવેલ નથી અને તેના પરિણામ સ્વરૂપે ગઈ સાલ ચોમાસા ની સિઝન માં સદર નદી માં વેજલપુર ગ્રામ નું એક બાળક કે જે ઉર્દુ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતો હતો તે પાણી માં ડૂબી જવાથી તે બાળક નું મરણ થયેલ હતું અને આમ આવી ગભીર પરિસ્થિતિઓનું અવાર નવાર નિર્માણ થવા છતાં પણ વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો નું પેટ નું પાણી પણ હાલતું નથી અને જો વેજલપુર માં આવુજ ચાલતું રેહશે તો વેજલપુર ગ્રામ માં રૂપારેલ નદી ના કિનારે આવેલ ઉર્દૂ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા માસૂમ બાળકો નો ખુબજ મોટા પાયે જીવ ગુમાવાનો સમય આવશે જેની તુલના ક્યારે પણ નાણાં થી પણ ભરપાઈ થઈ શકશે નહીં જો વેજલપુર માં ઉર્દુ પ્રાથમિક શાળા પાસે ના ગંદકી ના સાંમ્રાજ્યને તાત્કાલિક અસરથી નાથવામાં નહીં આવે તો વેજલપુર ગ્રામ માં ભયંકર રોગચારો ફાટી નીકળે તેમ છે કારણ કે નદી ના કિનારે કચરાના ઢગલા હોવાથી નદી માં કચરા અને પાણી નું મિક્ષણ થવાથી અસહ્ય દુગંધ ફેલાઈ રહેલ છે અને તેના કારણે ત્યાંના રહીશોના સ્વાસ્થ્યને ખુબજ મોટી હાની પોહચી શકે છે જો વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી જાત તપાસ કરી વહેલી તકે ગંદકી ના ઢગલા ઓ સાફ સફાઈ કરાવી ને આખા ગામ નો કચરો નાખવા માટે કોઈ સારી જગ્યા ગ્રામ થી થોડે દુર જગ્યા નક્કી કરવામાં આવે તો ગામ માં કચરાની ગંદકી અટકાવી શકાય છે અને આમ વેજલપુર ગામ ના સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટર ને તા ૦૮/૦૬/૨૦૨૦ ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં અરજીમાં જણાવેલ અતિ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરી રૂપારેલ નદીના કિનારે નાખવામાં આવેલ કચરાના ઢગલાઓ ને તેમજ વેજલપુર ગામ માં દરેક વિસ્તારમાં જે ગંદકી એકઠી થયેલ છે તેમજ જે કચરાના ઢગ એકઠા થયેલા છે તે તાત્કાલિક દૂર કરવા તેમજ રૂપારેલ નદી માં પાઇપ નાખી બન્ને કિનારે સુરક્ષા દીવાલ બનાવવા વિકલ્પે તાત્કાલિક અસરથી પુલ બનાવી અભ્યાસ કરવા જતાં બાળકો ના જીવના જોખમને કાયમી રાહે નાબૂદ કરવા વહેલી તકે તેનું નિવારણ થાય તે બાબતો માટે જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું પરંતુ હજૂ સુધી આ આવેદનપત્ર બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here