કાલોલ,(પંચમહાલ) ઇમરાન પઠાણ
કાલોલ તાલુકાના કાંતો પાટિયા પાસે આવેલ એ.બી.એસ.કંપનીમાં પાણી પુરૂપાડવા આવતું ટેન્કર રવીવાર ના રોજ કંપનીમાં પાણી ખાલી કરી રોડ ક્રોસ કરવા કાલોલ-હાલોલ રોડ પરથી પસાર થતાં કાલોલ તરફથી આવતાં બાઈક ચાલક ટેન્કરની મધ્યમાં અફડાઈ ઊભેલા ટેન્કર નીચે બાઈક સહિત ચાલક અને પાછળ બેઠેલ બાળક ટેન્કર નીચે ભરાય ગયાં હતાં. રોડ ક્રોસ કરતા ઊભેલ ટેન્કર નીચે ભરાય ગયેલ બાઈક ચાલક અને પાછળ બેઠેલ બાળક એમ બે વ્યક્તિઓને ઈજા થતાં ઘટનાં સ્થળે પોહચેલ પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.