કલેકટરે ડાયવર્ઝન કરેલા માર્ગ માટેનું જાહેરનામું સેટલમેન્ કામગીરી માટે ૧૦ સપ્ટેમ્બર સુધી લંબાવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી તાલુકામાં સીંહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પડ પર આવેલ ભારજનદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું ૨૯ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે બહાર પાડવામાં આવ્યું હતું. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીયધોરીમાર્ગ વિભાગ વડોદરાની માંગણી અન્વયે ક્લેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી સ્તુતિ ચારણ બ્રીજનું સેટલમેન્ થઈ રહેલું જણાતું હોઈ માટે બીજનું અવલોકન વધુ સમય માટે કરવું પડે તેમ હોઈ આ જાહેરનામાંની મુદત તા.૧૧ ઓગસ્થી ૧૦ સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવે છે.
બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા વાહનો મોડાસર ચોક્કી થઈ રંગલી ચોકડી થઈ રતનપુરવનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં ૫૬ ઉપર પસાર થઈ શકશે.
છોટાઉદેપુર, જેતપુરપાવી તરફથી આવતા ભારે વાહનો જાપુર પાવી, વનફ્ટીર થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી હાઈવે ઉપર પસાર થઈ શકશે
આજાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિસીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસા રાખવાનો રહેશે આજાહેરનામાં દરમિયાન જ સેટલમેન્ટની કામગીરી પૂર્ણ કરવાની હેશે કામગીરી પૂર્ણ કરવાની રહેશે તા.૧૧/૦૮/૨૦૨૩થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here