પંચમહાલ જીલ્લામાં યોજનાર યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૩-૨૪મા ભાગ લેવા બાબત

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભાગ લેવા ઈચ્છુંક વ્યક્તિઓ આગામી તા.૩૧ જુલાઇ સુધી પોતાના પ્રવેશપત્રો તાલુકા કન્વીનરશ્રી પાસે જમા કરાવી શકશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર હસ્તકની જીલ્લા યુવા વિકાસ અધિકારી અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા પ્રતિ વર્ષ યોજાતી યુવા ઉત્સવની સ્પર્ધાઓ ચાલુ વર્ષે યોજાશે.
આ યુવા સ્પર્ધામાં ૧૫ વર્ષ પુરા કરેલા અને ૨૯ વર્ષ સુધીના યુવક યુવતિઓ ભાગ લઇ શકે છે.જેમાં ૧૫ સ્પર્ધાઓ તાલુકા કક્ષાએ અને ૧૮ સ્પર્ધાઓ જિલ્લાકક્ષાએ યોજાશે.
આથી જીલ્લાના સ્પર્ધકોને જણાવવાનું કે સદર સ્પર્ધાના પ્રવેશપત્રો તાલુકા કન્વીનરશ્રી પાસેથી મેળવીને આગામી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં જેતે તાલુકા કન્વીનરશ્રી પાસે જમા કરાવી શકાશે.જેમાં ગોધરા તાલુકા માટે એમ. એન્ડ એમ. મહેતા હાઇસ્કુલ, ગોધરા.શહેરા તાલુકા માટે શ્રીમતી એસ. જે.દવે હાઇસ્કુલ. મોરવા-હડફ તાલુકા માટે મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી, કાલોલ તાલુકા માટે એમ.આર વિદ્યાલય અડાદરા, હાલોલ તાલુકા માટે વી.એમ.ગુજરાતી મીડીયમ સ્કુલ.જાંબુઘોડા તાલુકા માટે ધી સેકન્ડરી સ્કુલ જાંબુઘોડા.ઘોઘંબા તાલુકા માટે ઘોઘંબા માધ્યમિક શાળા,રણજીતનગર ખાતે જમા કરાવવાના રહેશે.
આ સાથે એક સ્પર્ધક વધુમાં વધુ ચાર સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. કોઇપણ એક જ તાલુકામાથી ભાગ લેવાનો રહેશે. જે સ્પર્ધકોએ પોતાના ફોર્મ ભરેલા હશે તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે રાજેશ પારગી મો.૯૧૦૬૨૨૫૦૫૧ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ જણાવ્યું છે.

*બોક્સ*
………..
આ વયજૂથ મુજબ સ્પર્ધકે ભાગ લઈ શકશે.

(૧) અ વિભાગ : ૧૫ વર્ષથી ઉપરના અને ૨૦ વર્ષ સુધીના
(૨) બ વિભાગ : ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના
(૩) ખુલ્લો વિભાગ : ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધી.

*તાલુકા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ આ મુજબ રહેશે*
…….
*(અ)સાહિત્ય વિભાગ*
(૧) વકૃત્વ (૨) નિબંધ (૩) પાદપૂર્તિ (૪) ગઝલ શાયરી લેખન (૫) કાવ્ય લેખન (૬) દોહા છંદ ચોપાઇ (૭) લોકવાર્તા

*(બ) કલા વિભાગ*

(૧) ચિત્રકલા (૨) સર્જનાત્મક કારીગીરી

*(ક) સાંસ્કૃતિક વિભાગ*
(૧) લગ્નગીત (૨) હળવું કંઠય સંગીત (૩) લોકવાધ સંગીત (૪) ભજન (૫) સમુહગીત (૬) એકપાત્રીય અભિનય

*જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ આ મુજબ રહેશે.*
……..
(૧) લોક નૃત્ય (૨) લોકગીત (૩) એકાંકી(હિંદી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની) (૫) કર્ણાટકી સંગીત (૬) સીતાર (૩) ફ્લુટ (વાંસળી) (૮) તબલા (૯) વીણા (૧૦) મૃદંગમ (૧૧) હાર્મોનીયમ-હળવુ (૧૨) ગીટાર (૧૩) શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ (૧૪) શાસ્ત્રીય નૃત્ય મણીપુરી (૧૫) શાસ્ત્રીય નૃત્ય ઓડીસી (૧૬) શાસ્ત્રીય નૃત્ય કથક (૧૭) શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી (૧૮) શીઘ્ર વકૃત્વ સ્પર્ધા (હિંદી/અંગ્રેજી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here