બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા ના પાણેજ ગામ નસવાડી હાઇવે પર
આજરોજ સવારના સમયે અચાનક એક મોટુ વૃક્ષ ધરસાઈ થયું હતું જેના કારણે હાઇવે પર બંને બાજુ લાંબી વાહનો ની કતારો જોવા મળી હતી
વન વિભાગ ના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્તા પર નું વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
હાઇવે પર બંને બાજુ અંદાજે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો મુશ્કેલી મા મુકાયા હતા વન વિભાગ ના કર્મચારી આવી ને ઝાડ ની ડાળી ઓ કાપીને રસ્તો ચાલુ કરી દીધો હતો અને રસ્તો ચાલુ કરતા વાહન ચાલકો હાશકારો અનુભવ્યો હતો.