છોટાઉદેપુર : નસવાડી પોલીસની પ્રશંસનીય કામગીરી… અગમ્ય કારણોસર આત્માહત્યા કરવા જતી યુવતીને બચાવી લેવાઈ

નસવાડી,(છોટા ઉદેપુર) આરીફ પઠાણ :-

પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરતી નસવાડી પોલીસની SHE ટીમ…આત્મહત્યા કરવા જતી યુવતીને સમજાવી ઘરે પહોંચાડી

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરનાઓ પોસ્ટે વિસ્તારમા સિનિયર સીટીઝન તેમજ મહિલા સાથે કોઈ અણબનાવ ન બનેતે માટે દરેક પો.સ્ટે. માં સી-ટીમની રચના કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને સુચના આપેલ તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ.દેસાઈ સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી પોસ્ટવિસ્તારમાં સિનિયર સીટીઝન તેમજ મહિલા સાથે કોઈ અણબનાવ ન બને તે SHE ટીમ વધારેમાં વધારે પેટ્રોલીંગ કરી કાયદેસરની કાર્યાવાહી કરવાસુચના આપેલ હોય જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી સી.ડી પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન આપેલ હોય.આજરોજ અમો SHE ટીમના પોલીસ માણસો (૧) અ.હે.કો.રેખાબેન પંડીતભાઈ બ.નં .૩૫૩ તથા (૨) અ.પો.કો.મિલનભાઈ પ્રેમજીભાઈ બ.ન .૦૧૨૩ (૩) પુ.પો.કો.દક્ષાબેન ભીમસિંગભાઈ બ.ન .૦૩૯ (૪) વુપો.કો વર્ષાબેન ભવાનસિહ બ.ન .૩૯૮ એ રીતેના પોલીસ માણસોનસવાડી પોસ્ટે વિસ્તારમાં કામગીરીમા નિકળેલ હોય તે દરમ્યાન નસવાડી બરોલી નર્મદા મુખ્ય કેનાલ પાસે આવતા એક મહિલા નર્મદા કેનાલ ઉપર બેસી રડતી હોઇ જેથી SHE ટીમના સભ્યોએ તેને પુછ પરછ કરી પોતાનું નામ સુનીતાબેન W/ 0 વિષ્ણુભાઈ રામદાસભાઈ રાઠવા રહે નસવાડી અયોધ્યાનગર તા નસવાડી જી છોટાઉદેપુર નાની હોવાનું જણાવતી હોય પોતે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરવા આવેલ હોય એવું જણાવેલજેથી SHE ટીમ ના સભ્યો એ સમજાવી આ મહિલાને નસવાડી પોસ્ટ માં લાવી તેઓના ઘરના સભ્યોનો કોંટેન્ક કરી મહિલાને તેના પિતા તથા પતિસાથે વાત ચીત કરી અને પતિ -પત્નીને સમજાવી ઘરે પહોંચાડેલ આમ નસવાડી પોલીસની SHE ટીમ દ્વારા ઉમદા કામગીરી કરી પોલીસ પ્રજાનોસાચો રક્ષક છે તેવુ ઉદાહરણ પુરૂ પાડી આ મહિલાને પરિવાર સાથે મેળાપ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ નસવાડી પોલીસ SHE ટીમ દ્વારા પુરૂપાડવામાં આવેલ છે.સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/ પોલીસ કર્મચારી,આ કામગીરી નસવાડી પોલીસ સ્ટેશનના SHE ટીમના કર્મચારીઓ (૧) અ.હે.કો.રેખાબેન પંડીતભાઈ બ.ન .૩૫૩ તથા (૨) અ.પો.કો. મિલનભાઈ પ્રેમજીભાઈ બન .૦૧૨૩ (૩) યુ.પો.કો.દક્ષાબેન ભીમસિંગભાઈ બન .૦૩૯ (૪) યુ.પો.કો વર્ષાબેન ભવાનસિહ બન ૩૯૮નાઓએ પોલીસ સ્ટાફ સાથે રહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here