આજે કાલોલમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલનો ભાવ ભડકે બળતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું….

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કાલોલ નગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ પમ્પ બસ સ્ટેન્ડમા વિરોધ પ્રદર્શન કાર્યક્રમને પોલીસે અટકાવ્યું હતું
પ્રદર્શન કરતા કોંગ્રેસના કાલોલ તાલુકાના પ્રમુખશ્રી પરમાર નરવતસિંહ, પરમાર પ્રદીપસિંહ, રાજેન્દ્ર સિંહ જાદવ, નીરવ પટેલ, તેમજ કોંગ્રેસના વિસ થી વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં, મોદી તેરી તાનાશાહી નહિ ચલેગી,જેવા સુત્રો બોલતા સરકાર વિરોધ પ્રદર્શન કર્યું. તેમજ દેશભરમાં મહામારી કાળો કહેર વરસાવી રહી છે. અને બીજી બાજુ મોંઘવારી માજા મૂકતા. કોરોના કાળમાં જનતા પર મોંઘવારીનો માર પડતા સામાન્ય પરિવારનું સમનત્રણ ખોરવાયું છે. શાકભાજીના ભાવથી તેલમાં પણ ઉછાળો જોવા મળતા. કોરોના સંક્રમણ વચ્ચે મોંઘવારીના માર ને લઈને લોકોની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. કોરોના કાળમા પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારાને લઇને કાલોલ સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here