રાજકોટમાં લોકો છૂટછાટને પચાવી ના શક્યા : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ…!!

રાજકોટ,
જયેશ માંડવિયા

ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જયારે નવી ગાઈડલાઈન સાથે રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી છે. જે અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી વસ્તુને છૂટ છાટ આપવામાં આવી છે.જ્યારે નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં તમામ દુકાનો ખોલવા મંજૂરી આપી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે લોકો સોશિયલ ડિસ્ટરન્સનું પાલન કર્યા વગર તેમજ નિયમોનું ઉલંઘન કરીને પાનવાળા – ચાવાળા  ફરસાણ વાળા ઉપરાંત દાણાપીઠ, પરાબજાર,  માધાપર ચોકડી, ઘંટેશ્વર, ન્યુ રેસકોર્સ સોસાયટી ના વિસ્તારોમાં લોકોના ટોળા ખરીદીમાટે નીકળી પડ્યા હતા. રાજકોટમાં ઓડ ઇવેન ફોર્મ્યુલાના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા.

ગઈકાલ અને આજના દ્રશ્યો જોતા એવું લાગે છે જાણે કોરોના ગુજરાતમાંથી એકાએક જ ચાલ્યો ગયો હોય લોકો કોરોનાની ગંભીરતા ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા. રાજકોટમાં લોક ડાઉન ૪.૦ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા.ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટએ રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી રહ્યા,લોકો ખરીદી માટે ટોળા કરી રહ્યા છે, ઘણા ખરા લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી રહ્યા છે.દુકાન ખુલ્યા પહેલા જ લોકની ભીડ એકથી થયેલ જોવા મળી. તેમજ નિયમોનું ઉલંઘન કરી રહ્યા છે. જો આવું જ રહેશે તો રાજકોટને બંધ કરવાની નોબત આવી જશે. ત્યારે કલેકટરે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા, ભીડ ભાડ ન કરવા, તેમજ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here