સાગબારા તાલુકાના ચોપડવાવ ગામેથી વિમલ પાન મસાલા પેકેટ સાથે આરોપી ઝડપાયો.

સાગબારા,(નર્મદા)
મનોજ પારેખ (સેલંબા)

સાગબારા તાલુકા ના ચોપડવાવ ગામેથી વિમલ પાન મસાલા ના પેકેટ સાથે આરોપીને સાગબારા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ફરિયાદ જી.કે.વસાવા પીએસઆઇ સાગબારાએ આરોપી ગોવિંદભાઈ રામસિંગભાઈ તડવી (રહે, ચોપડાવાવ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી ગોવિંદભાઈ તડવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ ના નર્મદાના જાહેરનામાનો ભંગ કરી પોતાની પાસે વિમલ પાન મસાલા ના પેકેટ તથા વિમલ તમાકુની પડીકી તથા ગોલ્ડ ફલેક બિસ્ટોલની ડબ્બીઓ તથા આર.કે પટેલ એન્ડ તમાકુના પેકેટ કુલ કિ. રૂ. 1230/- નો મુદ્દામાલ જાહેરમાં વેચાણ કરવાના ઈરાદે ઝડપાઇ જતાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here